25 C
Ahmedabad
March 23, 2023
NEWSPANE24
Crime Ahmedabad News

 Chain Snatcher : ગુજરાત, હૈદરાબાદ અને બંગ્લોરમાં 18 ચેઈન સ્નેચિંગ કરનાર આંતર રાજ્ય ચેઈન સ્નેચર ઝડપાયો

chain snatcher
SHARE STORY

Chain Snatcher : ગુજરાત, હૈદરાબાદ અને બંગ્લોરમાં 18 ચેઈન સ્નેચિંગ(Chain snatching) કરનાર આંતર રાજ્ય ચેઈન સ્નેચરને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ભીમજુપુરા સર્કલ પાસેથી ઝડપી લઈ, અલગ અલગ રાજ્યોના 18 ચેઈન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે Chain Snatcher ને મહિતીને આધારે ઝડપી લીધો

Chain Snatcher

પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે, પહેલા અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં થયેલા ચેઈન સ્નેચિંગમાં પકડાયેલો ઉમેશ ખટીક નામનો ચેઈન સ્નેચિંગ અને વાહનચોરી કરનાર આરોપી હાલ ભીમજીપુરા સર્કલ પાસે ઉભો છે. માહિતીને આધારે પોલીસે ભીમજીપુરા સર્કલ પાસેથી ચાંદલોડીયા અમદાવાદ ખાતે રહેતા આરોપી ઉમેશ ગુલાબભાઈ ખટીક(26)ને ઝડપી લીધો હતો.

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ચેઈન સ્નેચિંગ

Chain Snatcher

આરપીએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે ઓગષ્ટ 2021માં જેલમાંથી છુટ્યા બાદ અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવા સ્કુટરની ચોરી કર્યા બાદ તે ચોરેલા એક્ટિવા પર અમદાવાદ શહેરના અલગ અલગ સરખેજ, આનંદનગર, શાહીબાગ સહિતના વિસ્તારોમાંથી લોકોના ગળામાંથી ચેઈન તોડી ભાગતો ફરતો હતો. દરમ્યાન શહેર પોલીસને જાણકારી મળી જતા ગુજરાત રાજ્ય છોડી ડિસેમ્બર-2021માં બેંગ્લોર ભાગી ગયો હતો. ત્યાં પણ થોડો સમય રોકાયા બાદ એક્ટિવા ચોરી તે ચોરી કરેલ એક્ટિવા પર એક જ દિવસમાં બેંગ્લોરમાં 3 ચેઈન સ્નેચિંગ કરી કરી બેંગ્લોર છોડી ભાગી ગયો હતો. બાદમાં હૈદરાબાદ પહોંચી ત્યાં પણ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી પ્રમાણે પ્રથમ એક્ટિવા ચોરી તે ચોરી કરેલા એક્ટિવા પર અલગ-અલગ વિસ્તારોમાંથી 7 ચોઈન સ્નેચિંગ (Chain snatching) કર્યા હોવાનું કબુલ્યુ છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

chain snatcher

આરોપીએ અમદાવાદના આનંદનગરમાં બે, સરખેજ, શાહિબાગ, વાડજ, નારોલ તથા હેદરાબાદમાં પેટ બશીરાબાદમાં 3, મેડી પ્લ્લીમાં 2, તુકારામ ગેટ, અલવલ અને આશિફનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1-1 ગુના આચર્યા છે. આ સિવાય બેંગ્લોરના ચેન્નમન્નેકેર અચ્યુકટ્ટ, મેંકોલેવટ, પટેનહલ્લી અને મલ્લેશ્વરમમાં 1-1 ગુના આચર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. તે સિવાય અમદાવાદ શહેરમાં સોલામાં 3 ગુના, ઘટલોડિયામાં 2 ગુના, ચાંદખેડામાં 2 ગુનામાં સંડોવાયેલો છે. તે સિવાય નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોક્સો એક્ટના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. આરોપીને વર્ષ 2019માં અમદાવાદ શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે સુરતમાં ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. જેમાં અડાજણ પોલીસ સ્ટેશનના 1 ગુનામાં. ઉમરા પોલીસ સ્ટેશનના 1 ગુનામાં અને ખટોદર પોલીસ સ્ટેશનના 2 ગુનામાં પકડાયો હતો. એક વર્ષ સુરતની લજપોર જેલમાં રહ્યા બાદ વર્ષ 2021ના એગષ્ટ માસમાં જેલમાથી છુટ્યો હતો.

તાજા સમાચાર

Chain Snatcher આરોપીની મોડસ ઓપરેન્ડી

Chain Snatcher આરોપી કોઈ પણ શહેરમાં જઈ પ્રથમ ત્યાં એક્ટિવા કે મોટર સાયકલ ચોરી કરતો હતો. બાદમાં ચોરી કરેલા વાહન પર એક જ દિવસમાં જુદી જુદી ગજ્યાએથી લોકોના ગળામાંથી ચેઈન સ્નેચિંગ(Chain snatching) કરી બીજા શહેરમાં ભાગી જતો હતો.

આ પણ જુઓ

“The Rubber Girl” અન્વી ઝાંઝરુકિયાને પ્રાધાનમંત્રીના હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ એનાયત


SHARE STORY

Related posts

Vadodara Police : 16 લાખના દારુના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી લઈ બિસ્નોઈ ગેંગનો પર્દાફાશ કરતી વડોદરા શહેર પીસીબી

Newspane24.com

Sarkhej Police : સાયલેન્સર ચોર “મેવાતી ગેંગ”ને ઝડપી લઈ હરિયાણા અને સરખેજના 8 ગુનાનો ભેદ ઉકેલતી સરખેજ પોલીસ

Newspane24.com

Corona : ગુજરાતમાં નવા 3,897 કેસ : 34 ના મોત

SAHAJANAND

Ahmedabad Police : ATM માં પૈસા ઉપાડવા જતા નાગરિકોને મદદ કરવાને બહાને છેતરપિંડી આચરતા 2 શખ્સોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Newspane24.com

Leave a Comment