Attack on Police : રેલ્વે પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી પોતાની બહેનપણી સાથે જઈ રહી હતી ત્યારે તેના પર ચાકુથી હુમલો કરનાર શખ્સને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે.
Attack on Police : મહિલા પોલીસ કર્મચારી પર હુમલો

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગત તા 26 નવેમ્બર 2021ના રોજ મહિલા પોલીસ કર્મચારી પોતાની બહેનપણી સાથે અકોટા દિનેશ મીલ શો-રૂમ પાસેથી ચાલતા જતા હતા ત્યારે એક શખ્શે પાછળથી આવી મહિલાના વાળ પકડી જમણા પગમાં છરો મારી ઈજા પહોંચાડી ભાગી ગયો હતો.
Attack on Police : મહિલા પોલીસ કર્મચારી પર હુમલાને લઈ ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી

આ બનાવ અંગે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાઈ હતી. પોલીસકર્મી મહિલા પર થયેલા હુમલાને લઈને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને ત્વરિત આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
Attack on Police : આરોપીને ગુનામાં વપરાયેલા હથિયાર સાથે ઝડપી લેવાયો

દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી આજવા ચોકડી પાસે આવેલા ભાઈકાકા પાર્ટીપ્લોટ ખાતે મજુરી કરવા આવ્યો છે. જેના આધારે પોલીસે અહીં વોચ રાખી મુળ છોટાઉદેપુરના અને હાલ સયાજીગંજ વિસ્તારમાં ફુટપાથ પર રહેતા આરોપી પ્રવિણ ઉર્ફે વિજય ભણતાભાઈ રાઠવા(35)ને ગુનામાં વપરાયેલ છરી સાથે ઝડપી લીધો છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ