Alcohol Seized : સેટેલાઈટ પોલીસે રૂ. 27,825ના દારુના જથ્થા સાથે ગીર-સોમનાથાના શખ્સને ઝડપી લીધો છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. ડી.બી. મહેતાની પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા કરેલ સુચના અંતર્ગત સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.આર. પ્રજાપતિ અને ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા.

Alcohol Seized : માહિતીને આધારે આરોપીને દારુના જથ્થા સાથે ઝડપી લેવાયો
પેટ્રોલિંગ દરમ્યાન મળેલ માહિતીને આધારે પોલીસે તપાસ હાથ ધરી મુળ ગીર સોમનાથના અને હાલ સેટેલાઈટ ખાતે રહેતા યોગેશગીરી મોહનગીરી ગોસ્વામી(32)ને દારુના જથ્થા સાથે ઝડપી લીધો છે.

Alcohol Seized : આરોપી પાસેથી કુલ રુ. 42,825નો મુદ્દામાલ કબજે
આરોપી પાસેથી પોલીસ રુ. 19,200ની કિંમતની 750 એમએલ વાળી કુલ 48 બોટલો, રુ. 8,625ની કિંમતની અન્ય બ્રાન્ડની 750 એમએલ વાળી 23 બોટલો સહિત મોબાઈલ મળી કુલ રુ. 42,825નો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
પોલીસે આરોપી વિરુદ્ધ પોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ જુઓ
Liquor Party : બોલેરોમાં દારુની મહેફિલ માણતા 3 ઝડપાયા
