Ahmedabad Police : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ATM માં પૈસા ઉપાડવા જતા નાગરિકોને મદદ કરવાને બહાને છેતરી લેતા 2 શખ્સોને ચાંદલોડીયા ખાતેથી ઝડપી લીધા છે.


અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અધિક પોલીસ કમિશ્નર પ્રેમવિર સિંહ અને નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. માંડલીકની સુચના અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. એન.આર. બહ્મભટ્ટ, પો.સ.ઈ. જે.ડી. બારોટ અને ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
Ahmedabad Police : ક્રાઈમ બ્રાંચને મળી માહિતી
દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદ શહેર વિસ્તારમાં ATMમાં પૈસા ઉપાડવા જતા નાગરિકોને વિશ્વાસમાં લઈ ATMમાંથી પૈસા ઉપાડી આપવાને બહાને તેમનું ATM કાર્ડ બદલી પીન નંબર જાણી તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતી ટોળકીના બે સાગરીતો ચાંદલોડીયા ત્રણ રસ્તા પાસે આવેલ લાસસોટ પાન પાર્લર નજીક ઉભા છે.

Ahmedabad Police : ચાંદલોડીયા ખાતેથી આરોપીઓ ઝડપાયા
માહિતીને આધારે પોલીસે ચાંદલોડીયા ત્રણ રસ્તા પાસે આવેલ લાસસોટ પાન પાર્લર નજીક તપાસ હાથ ધરી હરીયાણાના હિસ્સાર ખાતે રહેતા પ્રવિણ જગદીશભાઈ નાઈ(20) અને રાકેશ સતબીરકુમાર(20)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. 35,000 રોકડા, 3 ATM કાર્ડ, પે-ટીએમનું ATM સ્વેપ કરવાનું ડિવાઈસ મળી કુલ રુ. 36,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
Ahmedabad Police : આરોપીઓએ ખાડીયા, નરોડા અને હિરાવાડી ચાર રસ્તા પાસે 3 લોકોને છેતર્યા
આરોપીઓએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે આશરે એક સપ્તાહ પહેલા બંન્ને આરપીઓ અન્ય એક સાગરીત સાથે ખાડીયા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ બેંન્ક ઓફ ઈન્ડીયાના ATM પાસે એક મહિલાને વિશ્વાસમાં લઈ તેમના એક્ષીસ બેંન્કના ATM દ્વારા પૈસા કાઢી લીધા હતા.

બાદમાં તે જ દિવસે નરોડા વિસ્તારમાં આવેલ એક્ષીસ બેંન્કના ATM માં એક વ્યક્તિને મદદ કરવાનું બહાનું કરી ATM કાર્ડ બદલી પીન નંબર મેળવી પૈસા કાઢી લીધા હતા.
બે દિવસ બાદ ફરીથી ત્રણે મિત્રોએ ભેગા મળી હિરાવાડી ચાર રસ્તા પાસે આવેલ એચ.ડી.એફ.સી. બેંન્કના ATM સેન્ટરમાં એક સીનિયર સિટીઝનને વિશ્વસમાં લઈ નજર ચુકવી તેમનું બેંક ઓફ બરોડાનું ATM કાર્ડ બદલી પીન નંબર જાણી તેમના ખાતામાંથી પણ પૈસા ઉપાડી લી
આ પણ જુઓ
Crime Branch : ઓઢવમાં 32 લાખના દારુ સાથે 2 ઝડપાયા
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ