Ahmedabad Police : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે 2 ડમ્પર અને 2 ટ્રક ચોરનાર 6 શખ્સોને 40,15,900 રુ.ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.
Ahmedabad Police : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંહ, નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક દ્વારા શહેરમાં બનાતા વાહનો ચોરીના ગુનાઓ શોધી કાઢવા કરેલી સુચના અંતર્ગત ક્રાઈમ બ્રાંચના પો.ઈન્સ. ડી.બી. બારડ, પો.સબ.ઈન્સ. બી.આર. ક્રિશ્ચિયન તથા એમ.એચ. શિણોલ અને તેમની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

Ahmedabad Police : ક્રાઈમ બ્રાંન્ચ ને મળી માહિતી
પેટ્રોલિંગ દરમ્યાન મળેલી માહિતીને આધારે ક્રાઈમ બ્રાંન્ચે વટવા રોડ પર મેલડીમતાના મંદિર પાસેથી 2 ડંપર અને 2 ટ્રકની ચોરી કરનારા 6 શખ્સોને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે રુ. 9,10,000ની કિંમતના 2 ડંપર, રુ. 95,000ની કિંમતના 7 મોબાઈલ ફોન, રોકડ રુ. 10,900 મળી કુલ રુ. 10,15,900નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Ahmedabad Police : 6 આરોપીઓ ઝડપાયા
આરોપીઓમાં મોઢેરા અમદાવાદ ખાતે રહેતા અરવિંદ રુપચંદ ઓડ, મેધાણીનગર ખાતે રહેતા આકાશ ગોવિંદભાઈ ઓડ, ઓઢવ ખાતે રહેતા રાકેશ મણીલાલ ઓડ, રવિ દિનેશભાઈ દેસાઈ, સુરત ખાતે રહેતા નિલેશ કડવાભાઈ સોજીત્રા અને જગદીશકુમાર ઉર્ફે મુન્નો ડાહ્યાભાઈ દેવાણીનો સમાવેશ થાય છે.

Ahmedabad Police : 40,15,900ની કિંમતનો મુદ્દામાલ કબજે
પુછપરછમાં આરોપી જગદીશ ઉર્ફે મુન્નાએ પોતાની પાસે રહેલા અશોક લેલેન્ડ ટ્રકોમાંથી બે ના એન્જિન સાથે ચેડા કરી અદલાબદલી કરી હોવાની કબુલાત કરતા પોલીસે નારોલથી આગળ ખુલ્લી જગ્યામાં મુકી રાખેલી રુ. 30 લાખની કિંમતની બે ટ્રક કબજે કરી હતી. આમ આરોપીઓ પાસેથી પોલીસે કુલ 40,15,900 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ જુઓ
SOG Police : બંધુક સાથે શખ્સને ઝડપી લેતી Ahmedabad SOG
આરોપીઓએ વધુ પુછપરછમાં જણાવ્યુ હતુ કે એકાદ વર્ષ પહેલા એસ.પી. રીંગ રોડ સુઘડ ગામ પાસેથી એક ડંપરને ડુપ્લિકેટ ચાવીથી ચાલુ કરી ચોરી કર્યુ હતુ, જેને નિલેશ કડવાભાઈ સોજીત્રાએ ચીખલી ખાતે માજીદખાન જબ્બારખાન પઠાણને વેચ્યુ હતુ. જેને સ્ક્રેપ કરી નંખાયુ છે. જ્યારે આરોપી મુન્નાએ બે ટ્રકોના એન્જિન ખરાબ થઈ જતાં તેમાં બીજા એન્જિન નાંખ્યા હતા અને તેની જાણ આરટીઓ કચેરી ખાતે કરી ન હતી. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.