Ahmedabad Police : અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે હોળી-ધુળેટીના તહેવારો દરમ્યાન કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડ્યુ છે.
Ahmedabad Police : હોળી-ધુળેટીમાં કલર-પાણી-કાદવ ફેંકવા બાબતે ઘર્ષણ

હોળી-ઘળેટીના તહેવારોની ઉજવણી દરમ્યાન જાહેરસ્થળોએ આવતા જતા લોકો કે તેમના વાહનો પર રંગ, રંગીન પાણી, કાદવ, છાણ, નુકશાનકારક તૈલી કલર જેવી વસ્તુઓ ફેંકવાને કારણે ઘર્ષણ પેદા થતુ હોય છે. જેને લઈને જાહેર સુલેહ-શાંતિનો ભંગ થતો હોય છે અને ક્યારેક દુર્ધટનાઓ પણ સર્જાતી હોય છે.
વળી હોળી-ધુળેટીના નામે ઉધરાવાત નાણાં(ગોઠ)ને લઈને પણ કેટલીક વાર લોકો વચ્ચે સંધર્ષની પરિસ્થિતિ સર્જાતી હોય છે. જાહેર સુલેહ-શાંતિને જાળવી રાખવા આવી ધટનાઓને રોકવી જરુરી છે.
Ahmedabad Police : કાયદો-વ્યવસ્થા જાળવવા પ્રતિબંધો

તહેવારો દરમ્યાન લોકો વચ્ચે સુલેહ-શાંતિ જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થા સુચારુ રુપે જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલાક કૃત્યો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Ahmedabad Police : નીચેની બાબતો પ્રતિબંધિત

અમદાવાદ શહેર કમિશ્નરના જાહેરનામાં અનુસાર. “હોળી-ધુળોટીના તહેવારો દરમ્યાન કોઈપણ વ્યક્તિએ જાહેરસ્થળો પર આવતા-જતા રાહદારીઓ પર અથવા મકાનો-મિલ્કતો પર કે વાહનોમાં આવતા-જતા લોકો પર કાદવ, કિચડ, રંગ, રંગ મિશ્રિત પાણી અથવા તૈલી કે બીજી કોઈ વસ્તુઓ નાંખવી કે નંખાવવી નહીં અને હોળી-ધુળેટીના પૈસા(ગોઠ) ઉધરાવવા નહીં, તે સિવાય બીજા કોઈપણ ઈરાદાથી જાહેર રસ્તા પર આવતા જતા રાહદારીઓ કે વાહનોને રોકવા નહી.”
આ પણ જુઓ
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
Ahmedabad Police : જાહેરનામાના ઉલ્લંધન બદલ શિક્ષા
આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન કરનાર વ્યક્તિ ફોજદારી અધિનિયમ સને.-1860ના અધિનિયમ-45ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ પણ જુઓ
Peak of positivity : પોલીસકર્મીની સાકરાત્મકતા શિખર પર
