Ahmedabad Police : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે માહિતીને આધારે પોકેટ મની માટે રુ.4.60 લાખની કિંમતના 15 AC(એરકંડીશન) ચોરનારા 2 શખ્સોને ઝડપી લીધા છે.
Ahmedabad Police : ક્રાઈમબ્રાન્ચને માહિતી મળી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના એન્ટી આર્ગેનાઈઝ્ડ સ્કોર્ડને પેટ્રોલિંગ દરમ્યાન માહિતી મળી હતી કે બે શખ્સો ચોરીના AC લઈને વેચવા કે સગેવગે કરવાના ઈરાદાથી નરોડા સુતરના કારખાના ત્રણ રસ્તા પાસે ઓટો રીક્ષાની રાહ જોતા ઉભા છે.


Ahmedabad Police : બે આરોપીઓ AC સાથે ઝડપાયા
માહિતીને આધારે પોલીસે અહીં તપાસ હાથ ધરી મૂળ ઓરીસ્સાના અને હાલ નરોડા જીઆઈડીસી ખાતે રહેતા સભ્યસાચી ઉર્ફે લીમા અમીયકુમાર પાલ(20) અને મૂળ મહારાષ્ટ્રના અને હાલ નરોડા ખાતે રહેતા મેહુલ ઉર્ફે પિન્ટુ સંતોષ મોરે(20)ને લોઈડ કંપનીના 40,000 રુ.ની કિંમતના AC સાથે ઝડપી લીધા છે.

Ahmedabad Police : પોકેટમની ઓછા પડતા 15 AC ની ચોરી
આરોપીઓની પુછપરછમાં સભ્યસાચી એ જણાવ્યુ હતુ કે તે જન્મથી નીધી પ્લાસ્ટીક કંપનીના કંપાઉન્ડમાં આવેલી રુમમાં રહેતો હતો. જે રુમની સામે આવેલા શ્રીકોર્પોરેશન નામના ગોડાઉનમાં લોઈડ કંપનીના એરકંન્ડીશન રાખવામાં આવતા હતા. આરોપીને ઘરેથી મળતી પોકેટ મની એછી પડતી હાઈ તેણે શ્રીકોર્પોરેશનના ગોડાઉનમાંથી AC ચોરવાનો પ્લાન બનાવ્યો હતો.

AC ચોરવાના પોતાના પ્લાનમાં આરોપીએ પોતાના મિત્ર મહુલ સંતોષકુમાર મોરેને સાથે રાખી મે થી નવેમ્બર 2021 ના સમયગાળા દરમ્યાન શ્રીકોર્પોરેશનના ગોડાઉનમાંથી રુ.4.60 લાખની કિંમતના 15 ACની ચોરી કરી હતી. પોલીસે આ જાણકારીને આધારે આરોપીઓ પાસેથી ચોરીના 15 AC કબજે કર્યા છે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
આ પણ જુઓ

- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ