Ahmedabad Police : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ચેઈન સ્નેચિંગ કરાતા છારા ગેંગના 2 શખ્સોને 3 ચોરીની સોનાની ચેઈન સાથે ઝડપી લઈ 7 ગનાઓનો ભેદ ઉકેલ્યો છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંહ અને નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીકની સુચના અનુસાર પો.ઈન્સ. જે.એન. ચાવડા, પો.સ.ઈન્સ. એ.પી. જેબલીયા અને તેમની ટીમ ચેઈન સ્નેચીંગના ગુનાઓ અટકાવવા કાર્યરત હતી.

Ahmedabad Police : આસ્ટોડીયા ઢાળની પોળ પાસેથી આરોપીઓ ઝડપાયા
દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આસ્ટોડીયા ઢાળની પોળ પાસેથી કુબેરનગર ખાતે રહેતા જતીન શ્રીચંદ મુરજાની(20) અને સુમીત ઉર્ફે કાળા પ્રહલ્લાદભાઈ છારા(27) ચોરીની સોનાની ચેઈન લઈને મોટર સાયકલ પર પસાર થવાના છે.
Ahmedabad Police : રુ. 2.18 લાખનો મુદ્દામાલ કબજે

જેના આધારે પોલીસે અહીં જાળ બીછાવી બંન્ને આરોપીઓને રુ. 1,78,000 રૂ.ની કિંમતની 3 સોનાની ચેઈન અને પલ્સર મોટર સાયકલ મળી કુલ રુ. 2,18.000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
Ahmedabad Police : અન્ય 3 સાગરીતો


આરોપીઓએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે તેઓ પોતાના અન્ય ત્રણ કુબેરનાગર ખાતે રહેતા સાગરીતો રિતેષ ઉર્ફે અંધો ફુલચંદ ગારંગે, રવિ કનૈયાલાલ બજરંગે અને છોટુ નામના છોકરા સાથે મળી ચેઈન સ્નેચીંગના ગુનાઓ આચરતા હતા. આરોપીઓએ કૃષ્ણનગરમાં 2, રાણીપમાં 2 અને ચાંદખેડા વિસ્તારમાંથી 3 ચેઈન સ્નેચીંગ કર્યા હોવાની કબુલાત પણ કરી હતી.
આ પણ જુઓ
Ahmedabad Police : આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ
આરોપીઓમાંનો સુમીત ઉર્ફે કાળા આ પહેલા કાગડાપીઠ, સરદારનગર, નારણપુરા, ચાંદખેડા, ધાટલોડિયા, ઈસનપુર, નિકોલ સહિતના વિસ્તારોમાં ચેઈન સ્નેચીંગ અને ગાડીના કાચ તોડી ચોરી કરવાના કુલ-14 ગુનાઓમાં પકડાયો છે અને 3 વર્ષ પાસા હેઠળ જેલમાં રહી ચુક્યો છે. જ્યારે જતિન નિકોલ, શહેરકોટડા અને સરદારનાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારુના કેસમાં પકડાઈ ચુક્યો છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ