અમદાવાદ ગ્રામ્ય પોલીસની SOG શાખાએ બાવળા હાઈવે પર કેમીકલની ચોરી કરતા 5 શખ્સોને ઝપી લઈ રુ. 7.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા હાઈવે પર પસાર થતા ટેન્કરોમાંથી કરાતી કેમીકલ ચોરી પર લગામ લગાવવવા અપાયેલ સુચના અનુસાર SOG શાખાના પો.ઈન્સ. ડી.બી. વાળા અને તેમની ટીમે બાતમીદારોને કામે લગાડ્યા હતા.
Ahmedabad Police : પોલીસને માહિતી મળી

દરમ્યાન એ.એસ.આઈ. મનુભાઈ વજુભાઈ અને પો.કો. શૈલેષભાઈ દોલુભાઈને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો હાઈવે પર પસાર થતા કેમીકલના ટેન્કરોના ડ્રાઇવર સાથે મળી બાવળા હાઈવે પર ભાગ્યોદય હોટલ પાસે આવેલા ભાવના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ટેન્કરો લઈ જઈ સીલ સાથે છેડછાડ કરી કેમીકલની ચોરી કરે છે.
Ahmedabad Police : બાવળા હાઈવે પરથી 5 આરોપીઓ ઝડપાયા

પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ભાગ્યોદય હોટલ પાસે આવેલા ભાવના ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાં દરોડો પાડી કેમીકલની ચોરી કરતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. આરોપીઓમાં મૂલ રાજસ્થાનના અને હાલ કચ્છના ગાંધીધામ ખાતે રહેતા બુરાનખાન હબીબખાન પઠાણ(ડ્રાઈવર), અમદાવાદના ભાડજ ખાતે રહેતા શૈલેષભાઈ રામભાઈ પટેલ, મૂળ ઉદયપુરના અને હાલ ગોતા ખાતે રહેતા વિનોદકુમાર બાબુલાલ મીણા, નારાયણ હિરાલાલ મીણા અને વિજયપાલ નવલરામ મીણાનો સમાવેશ થાય છે. જ્યારે ચાંદખેડા ખાતે રહેતા નિતીનભાઈ પ્રહલાદભાઈ પટેલ અને વિનય ઉર્ફે બોની વોન્ટેડ આરોપીઓ છે.
Ahmedabad Police : રુ. 7.89,230નો મુદ્દામાલ કબજે

આરોપીઓ પાસેથી પોલીસે રુ 4,23,330 ની કિંમતના 4,110 લીટર કેમીકલ ભરેલા 23 બેરલ અને કેરબા, રુ. 2.50 લાખની કિંમતની કાર, રોકડા રુ. 1,01,500, રુ. 10,000ની કિંમતના 4 મોબાઈલ, પાઈપ, રુ. 4,100ની કિંમતના ખાલી બેરલ મળી કુલ રુ. 7.89,230નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
આ પણ જુઓ
આરોપીઓ ટેન્કરોના ડ્રાઈવરો સાથે મેળાપીપણું કરી મોડી રાત્રે ભાવના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ટેન્કરો લાવી તેના પર લાગવેલા સીલનો તાર તોડી ખાનું ખોલી પાઈપ લગાવી કેમીકલની ચોરી કરતા હતા.
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ