Ahmedabad Police : અમદાવાદ જિલ્લામાં આવેલ ONGC ના યુનિટોમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ઉતકૃષ્ઠ કામગીરીને બિરદાવતા ગુજરાતના DGP આશિષ ભાટિયા દ્વારા પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા છે.

Ahmedabad Police : અમદાવાદ ગ્રામ્ય પોલીસની ઉતકૃષ્ઠ કામગીરી
ONGC ને જ્યારે-જ્યારે પોલીસની મદદની જરુરીયાત ઉદ્ભવી છે ત્યારે ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસે પુરતી મદદ પહોંચાડી છે. આ સાથે સિક્યોરીટી લાયઝનીંગ અને મોકડ્રિલમાં પણ અમદાવાદ જિલ્લા પોલીસે ઉતકૃષ્ઠ પ્રદર્શન કર્યુ છે. અમદાવાદ જિલ્લામાં આવેલ ONGC ના યુનિટોમાં છેલ્લા 2 વર્ષમાં ચોરી કે કોઈપણ પ્રકારની અધટિત ધટના ધટી નથી. જેથી જિલ્લા પોલીસની આ કામગીરીને બિરદાવતા ડીજીપીના હસ્તે અમદાવાદ જિલ્લા પોલીસના અધિકારીઓને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા છે.


Ahmedabad Police : અમદાવાદ ગ્રામ્ય પોલીસના પ્રશંસાપ્રાપ્ત અધિકારીઓ
પ્રશંસાપત્ર પ્રાપ્ત કરનાર અધિકારીઓમાં અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્ર યાદવ, વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. વાય.બી. ગોહીલ અને એલસીબી પો.સબ.ઈન્સ. પાવરાનો સમાવેશ થાય છે. જેને લઈને અમદાવાદ જિલ્લા પોલીસમાં ગર્વ સાથે ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
આ પણ જુઓ

- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ