Ahmedabad Police : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે માહિતીને આધારે રુ. 16,70,000ની કિંમતના 26 વાહનો સાથે અઠંગ વાહનચોર યાસીન ઉર્ફે કોન્ડોને તેના કિશોર વયના સાગરીત સાથે ઝડપી લીધો છે.

Ahmedabad Police : ક્રાઈમ બ્રાન્ચને મળી માહિતી
ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર પો.ઈન્સ. સી.બી. ટંડેલ અને તેમની ટીમ વાહનચોરી કરતા તત્વોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે નરોડા પાટીયા પાસેથી યાસીન ઉર્ફે કોન્ડો નામનો શખ્સ ચોરીની રીક્ષા સાથે પસાર થવનો છે.
Ahmedabad Police : નરોડા પાટીયાથી આરોપી કોન્ડો ઝડપાયો

જેના આધારે પોલીસે જાળ બીછાવી નરોડા પાટીયા પાસેથી નરોડા ખાતે રહેતા યાસીન ઉર્ફે કોન્ડો ઉર્ફે અજય ઠાકોર ઉર્ફે વાયરીંગ હનીફભાઈ શેખ(22) અને તેના કિશોર વયના સાગરિતને નંબર વિનાની સીએનજી રીક્ષા સાથે ઝડપી લીધા હતા.
આ પણ જુઓ
Child Health Program : ઉર્વશી માટે ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ બન્યો આશીર્વાદ
Ahmedabad Police : 26 વાહનચોરીની કબુલાત
આરોપીઓએ પુછપરછમાં અન્ય સાગરીતો સાથે ભેગા મળી છેલ્લા ત્રણથી ચાર માસ દરમ્યાન અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 21 રીક્ષાઓ અને 5 ટુ-વ્હીલરો મળીને કુલ 26 વાહનોની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ.
Ahmedabad Police : શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વાહનોની ચોરી

જેમાં નરોડા નીલકંઠ રો-હાઉસના ગેટ પાસેથી રીક્ષા, રામોલ દુર્ગાનગર સોસાયટીના નાકે થી રીક્ષા, નરોડા ઈશ્વર કૃપા સોસાયટી જૈન દેરાસર પાસેથી રીક્ષા, કઠવાડા થી સિંગરવા રોડ ગજાનંદ સોસાયટી પાસેથી રીક્ષા, કૃષ્ણનગર સોમનાથ ફ્લેટ પાસેથી રીક્ષા, રામોલ સોમનાથ પાર્ક સોસાયટી પાસેથી રીક્ષા, વી.એસ. હોસ્પિટલના પાર્કિંગમાંથી રીક્ષા, કૃષ્ણનગર એસ.આર.પી. ગેટ નજીકથી રીક્ષા, ઓઢવ આદિનાથ નગર રાજીવ પાર્ક ના નાકા પરથી રીક્ષા, સરદારનગર પિકનિક પાર્ટી પ્લોટ પાસેથી રીક્ષા, સાહિબાગ સિવિલ હોસ્પિટલ ખોડીયાર મંદિર પાસેથી રીક્ષા, નરોડા સુમતિનાથ સોસાયટીના પાર્કિંગમાંથી રીક્ષાની ચોરી શામેલ છે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
વી.એસ. હોસ્પિટલના પાર્કિંગમાંથી રીક્ષા, કૃષ્ણનગર આદિશ્વર ઉમા સ્કૂલ પાસેથી રીક્ષા, નરોડા સ્વામિનારાયણ સોસાયટીના પાર્કિંગમાંથી રીક્ષા, વેજલપુર ઇન્દિરા નગર સોસાયટી પાસેથી રીક્ષા, કૃષ્ણનગર સંગીતા ફર્નિચર સામે સર્વિસ રોડ પરથી રીક્ષા, રામોલ સીટીએમ ચાર રસ્તા શીવ ચેમ્બર્સ પાસેથી રીક્ષા, નારણપુરા રવિ ટાયર પંચરની દુકાન પાસેથી રીક્ષા, વા.સા. હોસ્પિ .ના પાર્કિંગમાંથી રીક્ષા, કાંકરીયાથી ટીવીએસ જ્યુપીટર સ્કુટર, નરોડા પોસ્ટ ઓફિસ પાસેથી સ્પ્લેન્ડર મોટર સાયકલ, નરોડા જીઆઈડીસી ગેલેક્સી કેમીકલ કંપની પાસેથી સ્પ્લેન્ડર મોટર સાયકલ અને નિકોલ ડિ-માર્ટના પાર્કિંગમાંથી સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી શામેલ છે.
Ahmedabad Police : આરોપી કોન્ડોનો ગુનાહિત ઈતિહાસ

આરોપીઓમાં અઠંગ વાહનચોર યાસીન ઉર્ફે કોન્ડો ઉર્ફે અજય ઠાકોર આશરે ત્રણેક માસ પહેલા નરોડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.
Ahmedabad Police : મોજશોખ માટે કરતા હતા ચોરી
આરોપીઓ કામ ધંધો કરતા ન હોઈ મોજશોખ કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા હતા. કોઈપણ જગ્યાએ પાર્ક કરેલ ઓટોરિક્ષા કે ટુ વ્હીલરને લોક તોડી કે ડુપ્લિકેટ ચાવી વડે ખોલી વાહન લઈ ભાગી જતા હતા. આ ચોરી કરેલા વાહનો અમદાવાદ શહેરની બહાર ખાસ કરીને હળવદ તથા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને સસ્તાં ભાવે વેચી દેતા હતા.
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
આરોપીઓએ પોતાના સાગરિતો સાથે મળી આ સિવાય અન્ય કેટલીક ચોરીઓ કરી છે તેમજ આરોપીઓ સાથે અન્ય કેટલાક શખ્સો સંકળાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પુછ્પરછમાં વાહનચોરીના વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
