African Penguin : સ્પેનિસ્ક્સ ડેમસર્સ પ્રજાતિના આફ્રિકન પેંગ્વિનનો અમદાવાદના સાયન્સ સિટીમાં સમાવેશ થયો છે.
African Penguin : ગુજરાત, અમદાવાદમાં સાયન્સ સિટી ખાતેની એકવેટિક્સ ગેલેરીમાં સાઉથ આફ્રિકન સ્પેનિક્સસ ડેમસર્સ જાતિના પાંચ પેંગ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં રાખવામા આવેલા આ પાંચ આફ્રિકન પેંગ્વિન( સ્પેનિસ્ક્સ ડેમસર્સ) છે.

સ્પેનિસ્ક્સ ડેમસર્સ પ્રજાતિના આફ્રિકન પેંગ્વિન દરિયા કિનારે વસવાટ કરે છે
પેંગ્વિનની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે વસે છે, પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ્ય માનવ સંભાળ હેઠળ તેમનુ સંવર્ધન કરવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટી ઘણા એકવેટિક અને સેમી એકવેટિક જીવોનું સંવર્ધન કરે છે હવે તેમાં પેંગ્વિનનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે.
African Penguin : સ્પેનિસ્ક્સ ડેમસર્સ લુપ્ત થવાને આરે ઉભેલી મહત્વની પ્રજાતિ : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

African Penguin : આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આફ્રિકન પેંગ્વિનની આ મહત્વની પ્રજાતિ છે, જે લુપ્ત થવાની ભીતિમાં છે અને તેમની સંખ્યા ઓછી થતી જાય છે, ત્યારે અહી એકવેટિક ગેલેરી ખાતે આ આફ્રિકન પેંગ્વિનનો સમાવેશ કરવાની મહત્વતતા એ છે કે આ પ્રજાતિના સંવર્ધન્નના સુયોગ્ય પ્રયત્નો વધારી શકાય, લોકોને શૈક્ષણિક રીતે ઉપયોગી થાય અને સાથે સાથે માનવીય પ્રવૃતિઓ દ્વારા પ્રાણીઓ લુપ્ત થવાની અણી પર આવી જાય છે તે વિષે લોકોમાં જાગૃતિ આવે, તે હેતુથી આફ્રિકન પેંગ્વિનનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર પર્યાવરણ અને તેની કુદરતી ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા કાર્યરત : જીતુભાઈ વાધાણી
African Penguin : તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પર્યાવરણ અને તેની કુદરતી ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા હમેશા કાર્યરત રહી છે અને એ દિશામાં જ આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે આ અવસરે સાયન્સ સીટીની પૂર્વ ભૂમિકા આપતા કહ્યું કે, જનમાનસમાં વિજ્ઞાન અંગે જાગૃતિ ઉભી થાય તેના ભાગરૂપે ગુજરાત સાયન્સ સિટી 2.0 નું માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું અને પરિણામ સ્વરૂપે આજે વિશાળ સંખ્યામાં લોકો સાયન્સ સીટીનો લાભ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, કોવીડકાળ બાદ ૧૬ જુલાઈથી સાયન્સ સીટી પુન કાર્યરત કરવામાં આવી ત્યાર બાદ સાડા ત્રણ લાખથી વધુ લોકોએ તેનો લાભ લીધો છે.

જીતુભાઈ વાધાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે આ અદભૂત જીવો વિષે જાણવાની તક આપણી ભાવિ પેઢીને મળે અને સહુ જીવો સાથે મળીને જીવે એવો ભાવ પ્રેરિત થાય એવો ધ્યેય અમે રાખીએ છીએ.

સાયન્સ સિટી દ્વારા પેંગ્વિન વિષે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃતિઓ દ્વારા હાથ ધરાશે. તમામ ઉમરના મુલાકાતીઓને પેંગ્વિન વિષે જાણવાનું ગમશે અને જૈવવિવિધતાની ચર્ચા કરવાનો અને બાળકો તથા સામાન્ય નાગરિકોને પ્રાણીઓના વસવાટ વિષે શીખવા મળશે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
અત્રે નોંધનીય છે કે 17 જુલાઇ થી 30 નવેમ્બર સુધીમાં કુલ સાડા ત્રણ લાખથી થી વધુ લોકો સાયન્સ સિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.
આ પણ જુઓ
Narendra Modi on Top : નરેન્દ્ર મોદી “ગ્લોબલ લીડર એપ્રુવલ”ની યાદીમાં ફરીથી ટોચ પર