Academy Of Fine Arts : ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમી દ્વારા 62માં રાજ્યકલા સ્પર્ધા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

Academy Of Fine Arts : 62મી રાજ્યકલા સ્પર્ધા અને પ્રદર્શનનું આયોજન
ગરવી ગુજરાતની સંસ્કૃતિક વિરાસત વિશ્વસ્તરે ખ્યાતિ ધરાવે છે. રાજ્યની લલિતકલા અકાદમી તરફથી 62મી રાજ્યકલા સ્પર્ધા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સામાવિષ્ટ કરવામાં આવતી સ્પર્ધાઓમાં શિલ્પકલા, પેઈન્ટિંગ, ગ્રાફીક કલા, છબી કલા અને વ્યવહારીક કલા સહિતની વૈવિધ્યસભર અનેક પ્રકારની કલાઓનો શમાવેષ કરવામાં આવે છે.

બાળકોમાં પ્રોત્સાહન અને કલા પ્રત્યે રુચી વધારવાનો હેતુ
શાળામાં અભ્યાસ કરતા વિદ્યારથીઓ, બાળ ચિત્રકલા ક્ષેત્રના કલાકારો, કલાક્ષેત્રની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, ઉત્સાહ વર્ધન સાથે તેમની કલા પ્રત્યોની રુચીમાં વધારો કરી શકાય તેવા હેતુથી ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમી દ્વારા 62માં રાજ્યકલા સ્પર્ધા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.
89 જેટલા ઈનામોનું વિતરણ

લલિતકલા અકાદમી ની આ સ્પર્ધાઓમાં લલિતકલા અકાદમી તથા કલાકારોના પરિવારજનો તરફથી વિવિધ સ્પર્ધાઓમાં પ્રોત્સાહન સ્વરુપે 89 જેટલા ઈનામોનું વિતરણ કરવામાં આવશે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
સ્પર્ધાઓ માટે નોંધણી ઓનલાઈન કરાવવાની રહેશે

આ સ્પર્ધાઓ માટેલી કલાકૃતિઓ આગામી તા. 18 ફેબ્રૃઆરીથી 28 ફેબ્રૃઆરી સુધી ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની વેબસાઈટ https://gujaratstatelalitkalaacademy.com/ પર આપેલા અરજીપત્રકો ભરી કલાકૃતિના ફોટા તથા જરુરી વિગતો સાથે નિયત સમયમર્યાદામાં વેબસાઈટ પર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે. પોસ્ટ, કુરિયર કે રુબરુમાં અરજીઓને સ્વિકારવામાં નહીં આવે. આ અંગે જરુરી જણાય તો ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીના ટેલીફોન નંબર – 079-26425562 પરથી માહિતી મેળવી શકાશે.
આ પણ જુઓ
Narendra Modi on Top : નરેન્દ્ર મોદી “ગ્લોબલ લીડર એપ્રુવલ”ની યાદીમાં ફરીથી ટોચ પર