Table Of contents : ચૂંટણી પહેલા AAPને ઝટકો : ગાયક કલાકાર વિજય સુવાળા(Vijay Suvada)એ કેસરીયો ધરણ કર્યો

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ગતિ પકડી રહી છે. આમ આદમી પાર્ટી(AAP)ને હાથતાળી આપીને જાણીતા લોક ગાયક, AAPના ગુજરાતના ઉપાધ્યક્ષ વિજય સુવાળા(Vijay Suvada)એ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. વિજય સુવાળાનું ભાજપમાં જવુ એ 2022ના ડિસેમ્બમાં ગુજરાતમાં ચોજાનારી વિધાનસભાની ચૂટણીમાં AAP માટે એક ફટકા સમાન છે. છેલ્લા કેટલાક સમયથી વિજય સુવાળા AAPમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને લઈને નારાજ હતા અને છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની ગતિવિધિઓથી પોતાને દુર કરી નિષ્ક્રિય રહ્યા હતા.
AAPમાં ચાલી રહેલી ઉઠાપટકને પગલે નારાજગી

AAPમાં ચાલી રહેલી ઉઠાપટકને પગલે નારાજગીને લઈને વિજય સુવાળા(Vijay Suvada) ગુજરાત ભાજપના નેતાઓ પ્રદિપસિંહ વાધેલા અને રજની પટેલ સહિતના નેતાઓની હાજરીમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી ભાપમાં જોડાયા હતા.
વિજય સુવાળાએ તો ઘરવાપસી કરી છે : ગુજરત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ

આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, “કેટલાક લોકો દ્વારા એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે વિજય સુવાળા(Vijay Suvada)એ ભાજપમાં પ્રવેશ કર્યો છે, પરંતુ વિજય સુવાળાએ તો ઘરવાપસી કરી છે, વિજય સુવાળા દ્વારા ભાજપમાં પાછા ફરવાનો પ્રસ્તાવ મુકાયો અને અમે તેને આવકાર્યો છે.”
રાતનો ભૂલ્યો દિવસે ઘરે આવ્યો છું : વિજય સુવાળા

એક પ્રાઈવેટ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વિજય સુવાળા(Vijay Suvada)એ જણાવ્યુ હતુ કે, ‘દરેક રાજકીય પક્ષોની નીતિઓ અને કાર્યપ્રણાલી અલગ-અલગ હોય છે, પરંતુ જ્યારે કુટુંબનો મોભી એક પક્ષમાં હોય ત્યારે દિકરા અને પરિવારે પણ એ પાર્ટીમાં રહેવુ જોઈએ, હજી તે મારી ઉમર નાની છે, રાતનો ભૂલ્યો દિવસે ઘરે આવ્યો છુ.’ મેં કઈપણ કાર્ય ઉતાવળે કર્યુ નથી. મેં સભાન અવસ્થામાં રહેતા આત્મનિર્ણય લીધો છે. મેં જે સમયે જે પણ નિર્ણય લીધો તે સાચો જ હશે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
કોરોનાને લઈને શક્તિ પ્રદર્શન ટાળ્યુ : વિજય સુવાળા

સુવાળા(Vijay Suvada)એ વધુમાં જણાવ્યુ હતુ કે મારા રાજીનામાની જહેરાત સાથે મારા 2000 સમર્થેકોએ ત્યાગપત્ર આપ્યા હતા, પરંતુ હાલ અમારું આ 2000 યવાઓનું જુથ સેવાલક્ષી કાર્યો સાથે સંકળાયેલુ રહેશે. કોરોનાની ગાઈડ લાઈન અનુસાર 150થી વધારે લોકોને ભેગા કરી શકાય તેમ નથી ત્યારે હું આજે મોટુ શક્તિ પ્રદર્શન કરી શક્યો હોત, પરંતુ કોરોનાને લઈને એમ કરવાનું અમે ટાળ્યુ છે. મારી સાથે આજે 5000 કાર્યકર્તાઓ અને લોકસેવકો ભાજપમાં જોડાશે.