Table of Content : 30 January, 2022 ના દિવસે દેશ શહીદો(shahid din)ની યાદમાં 2 મિનિટનું મૌન(Silence) પાળશે
દેશના તમામ નાગરિકો સહકાર આપે

દેશમાં 30 January ના દિવસે શહીદ દિન(shahid din) નિમિત્તે શહીદોને યાદ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવશે. દેશના નાગરિકો માટે શહીદોનું ઋણ ઉતરવાનો અવસર હોઈ દેશ માટે બલિદાન થઇ જનારા શહીદો પ્રત્યે સલમાન અને શ્રદ્ધાની લાગણી વ્યાપ્ત બને તે માટે ભાતના તમામ નાગરિકોએ આમાં સહકાર અવશ્ય આપવો જોઈએ.
શહીદ દિન નિમિત્તે સવારે 11.00 વાગે બે મિનિટનું મૌન

ભારતની આઝાદી માટે સ્વતંત્રતા સંગ્રામમાં ફોટા નો જીવન હોમી દેનારા ભારત માતાના વીર સપૂત શહીદો(shahid din)ની યાદમાં 30 જાન્યુઆરી 2022 રવિવારે શહીદ દિન નિમિત્તે સવારે 11.00 વાગે બે મિનિટનું મૌન રાખી દેશના વીર શહીદોને સન્માન આપવામાં આવશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે રાજ્યભરમાં શક્ય હોય તેટલી વાહન વ્યવહાર સહિત અન્ય પ્રકારના કામકાજને બે મિનિટ સુધી સ્થગિત રાખવામાં આવે.
વિમાનો અને ટ્રેનો પણ થોભશે

30 જાન્યુઆરી શહીદ(shahid din) દિન નિમિત્તે સવારના 10.59 થી 11.00 વાગ્યા સુધી સાયરન વગાડવામાં આવશે. સાયરનના બંધ થવા સાથે ગુજરાતના નાગરિકો જ્યાં પણ ઉપસ્થિત હોય તે દરેક સ્થળે પોતાનું કામકાજ બંધ કરી પોતાની જગ્યા પર શાંતિપૂર્વક ઊભા રહી મૌન પાળે, જ્યાં પણ શક્ય હોય કારખાના, ફેક્ટરીઓ સહિત કચેરીઓનું કામકાજ થંભાવી દેવામાં આવે. આ સાથે આકાશવાણી પણ ફોટા નો કાર્યક્રમ બે મિનિટ માટે સંભળાવી દે તથા માર્ગો પર શક્ય હોય તો વાહન વ્યવહાર સંભળાવી દેવામાં આવે તેવી વિનંતી કરાઈ છે. આ સાથે 11 વાગે ઉપાડતા વિમાનો અને ટ્રેનો તેમના સ્થળ પર બે મિનીટ થોભી જાય તે અંગેનું ધ્યાન રાખવા પણ વિનંતી કરવામાં આવી છે.
મૌનનો સમયગાળો પૂર્ણ થયો છે તે દર્શાવવા 11 વાગી અને 2 મિનિટે ફરી સાયરન વાગશે

આ મૌનનો સમયગાળો પૂર્ણ થયો છે તે દર્શાવવા 11 વાગી અને 2 મિનિટે ફરી સાયરન ચાલુ થશે જે એક મિનિટ સુધી ચાલશે. ફરીથી સાયરન વાગ્યા બાદ નાગરિકો પોતાનું કામ-કાજ શરુ કરશે. રાજ્યના એવા સ્થળો કે જ્યાં સાયરન કે અન્ય કોઈ પ્રકારની સાંકેતિક વ્યવસ્થા નથી તેવા સ્થળો પર નાગરિકો 11 વાગે 2 મિનિટનું મૌન પાળે તે અંગેના સંબંધિતોને જાણકારી આપતા આદેશો રાજ્યની તમામ સંબંધિત કચેરીઓેએ જાહેર કરવાના રહેશે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
શહીદ(shahid din) દિનને ગૌરવશાળી બનાવવાની આપણા સૌની રાષ્ટ્રીય ફરજ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કરવામાં આવેલી સાયરનની વ્યવસ્થા અંતર્ગત સરકીટ હાઉસ, સચિવાલય, પ્રેસ, વિધાસભા-સચિવાલય સહિત યોજનાભવન પર સાયરન મુકવામાં આવશે. ભારતમાતાના વિર સપૂતો શહીદવીરો પ્રત્યે દેશના નાગરિક તરીકે આપણું ઋણ ચૂકવી શહીદ(shahid din) દિનને ગૌરવશાળી બનાવવાની આપણા સૌની રાષ્ટ્રીય ફરજ છે.