Image default
ખબરક્રાઈમ

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : ઓનલાઈન શોપિંગનો મોંધો સામાન ગાયબ કરી ડમી વસ્તુ પધરાવતી ગેંગ ઝડપાઈ

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : ઓનલાઈન શોપિંગનો અસલ સામાન ગાયબ કરી ડમી વસ્તુ પધરાવતી ગેંગનો ભંડાફોડ

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : તમે પણ ઘરે બેઠા ઓનલાઈન શોપિંગ કરવાના શોખીન હોવ, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. Flipkart અને Amazon જેવી નામાંકિત ઇ-કોમર્સ સાઇટ્સ મારફતે મોંઘી પ્રોડક્ટ્સ ઓર્ડર કરી, તેમાં અસલ વસ્તુની જગ્યાએ ડમી સામાન મૂકી છેતરપિંડી કરતી એક મોટી આંતરરાજ્ય ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ₹20.52 લાખનો મુદ્દામાલ જપ્ત

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : ક્રાઈમ બ્રાન્ચે આ મામલે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ગેંગના અન્ય 2 સાગરીતો હજુ પણ ફરાર છે. આ ગેંગનું નેટવર્ક માત્ર ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સુરત સુધી જ નહીં, પરંતુ રાજસ્થાનના જાલોર સુધી ફેલાયેલું હતું. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ₹20,52,574 ની કિંમતની વસ્તુઓ મળી આવી છે.

ઓનલાઈન શોપિંગ કૌભાંડ

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : પોલીસે જપ્ત કરેલી મુખ્ય વસ્તુઓ:

• 8 અસલ મોંઘા મોબાઈલ ફોન

• 25 ડમી મોબાઈલ અને ઇયરબડ

• કેમેરા લેન્સ અને ગેમિંગ પ્રોસેસર

• પ્લાસ્ટિક મોલ્ડ અને સ્ટીલ પાર્ટ્સ

• એક સ્કોર્પિયો કાર

ઓનલાઈન શોપિંગ કૌભાંડ

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : કેવી રીતે થતો હતો આ ‘ખેલ’? (મોડસ ઓપરેન્ડી)

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : આ ગેંગ અત્યંત ચાલાકીથી છેતરપિંડી આચરતી હતી. આરોપીઓ સૌ પ્રથમ ફેક આઈડી અને પાસવર્ડ બનાવીને મોંઘા મોબાઈલ ફોન, એપલ વોચ અને ગેમિંગ પ્રોસેસર જેવા ઓર્ડર આપતા હતા. જ્યારે ડિલિવરી બોય પાર્સલ લઈને આવે, ત્યારે તેઓ ડિલિવરી બોય પાસેથી પાર્સલ મેળવતા અને તેમાં રહેલી અસલ વસ્તુ કાઢી લેતા હતા. તેની જગ્યાએ તેઓ ડમી પ્રોડક્ટ, પ્લાસ્ટિકના મોલ્ડ કે પથ્થર મૂકી દેતા અને ત્યારબાદ ચાલાકીથી ઓર્ડર કેન્સલ કરી દેતા હતા. આમ, અસલ વસ્તુ ગેંગ પાસે રહી જતી અને કંપનીને ડમી સામાન પાછો મળતો હતો.

4 7

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : ગ્રાહકોએ છેતરાતા બચવા શું કરવું?

આ પ્રકારની ઘટનાઓ વધતા પોલીસ અને નિષ્ણાતો દ્વારા ગ્રાહકોને નીચે મુજબની તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે:

1. વીડિયો રેકોર્ડિંગ: જ્યારે પણ કોઈ કિંમતી પાર્સલ ઘરે આવે, ત્યારે તેને ખોલતી વખતે તેનું વીડિયો રેકોર્ડિંગ ચોક્કસ કરો.

ફીચર ઈમેજ 1 e1770799382638

2. ઓપન બોક્સ ડિલિવરી: શક્ય હોય ત્યાં સુધી ‘ઓપન બોક્સ ડિલિવરી’નો વિકલ્પ પસંદ કરો.

3. તુરંત જાણ: જો કોઈ શંકાસ્પદ ઓર્ડર કે વસ્તુ જણાય તો તુરંત જે-તે કંપની અને પોલીસને જાણ કરો

9 9

ઓનલાઈન શોપિંગ કૌભાંડ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આ પ્રશંસનીય કામગીરી બીરદાવવા સાથે ગ્રાહકોએ એ વાતનું ધ્યાન રાખવુ જરુરી છે કે એક જાગૃત ગ્રાહક તરીકે આપણી સાવચેતી જ આપણી સુરક્ષા નક્કી કરે છે.

10 7

ગાંધીજી ની પૂણ્યતિથિ : આદર્શ અને વિવાદો વચ્ચે ઝૂલતું રાષ્ટ્રપિતાનું વ્યક્તિત્વ

લુખ્ખા તત્વોની ગુંડાગર્દી માટે પોલીસ જવાબદાર..?

Related posts

ધર્મ પરિવર્તન : સાવધાન! જો ધર્મ બદલ્યો તો અનામત ભૂલી જજો: સુપ્રીમ કોર્ટનો ‘કન્વર્ઝન માફિયા’ ને મોટો ઝટકો?

SAHAJANAND RAJPUT

વડોદરા : યુવકની ઓટોમાં રહી ગયેલી ₹60,000ની થેલી, છાણી પોલીસની ઝડપી કામગીરીથી મળી

SAHAJANAND RAJPUT

પાકિસ્તાનનો અફધાનિસ્તાન પર હુમલો : સરહદે વધતો તણાવ

SAHAJANAND RAJPUT

Leave a Comment