👕 સાણંદમાં ‘બાબા ફેશન’ના ઓઠે ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક! 🚨 પોલીસે ‘લવલી’ને ઝડપી પાડ્યો, જાણો કેવી રીતે થયો પર્દાફાશ?

સાણંદ: ગુજરાતમાં યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થો વિરુદ્ધ પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં પોલીસે એક એવી જગ્યાએ દરોડો પાડ્યો છે, જ્યાં બહારથી તો કપડાં વેચાતા હતા, પણ અંદર ‘મૌત’નું સપ્લાય થતું હતું.
🕵️♂️ સાણંદ પોલીસ : કપડાંની દુકાન અને ડ્રગ્સનું કનેક્શન
સાણંદ પોલીસને એક ચોક્કસ અને પક્કી બાતમી મળી હતી કે નાળાની ભાગોળ પાસે આવેલી ‘બાબા ફેશન’ નામની કપડાંની દુકાનમાં કંઈક રંધાઈ રહ્યું છે.




દુકાનનો માલિક ધવલ ઉર્ફે લવલી મનુભાઈ દરજી, કપડાં વેચવાની આડમાં નશાકારક મેફેડ્રોન (MD) ડ્રગ્સનું ચોરીછૂપીથી વેચાણ કરતો હતો. પોલીસની ટીમે જ્યારે ઓચિંતી રેડ પાડી, ત્યારે આખું નેટવર્ક ખુલ્લું પડી ગયું હતું.

💰 લાખોનું MD ડ્રગ્સ અને ‘ઝીપલોક’ પેકેટ જપ્ત
સાણંદ પોલીસ : પોલીસની તપાસમાં બાબા ફેશન દુકાનમાંથી ૨૧.૪૮ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજે ૨,૧૪,૮૦૦ રૂપિયા થાય છે. આ ઉપરાંત, ડ્રગ્સ વેચવા માટે તૈયાર રાખેલી પ્લાસ્ટિકની નાની ઝીપલોક પડીકીઓ અને ૩૦ હજારની કિંમતનો સેમસંગ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ મળીને પોલીસે ૨,૪૪,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

👥 રાજસ્થાનથી લઈને અમદાવાદ સુધી ફેલાયેલા હતા તાર
સાણંદ પોલીસ : આ કેસમાં માત્ર વેચનાર જ નહીં, પણ ડ્રગ્સ સપ્લાય કરનાર આખું ટોળું પોલીસના સકંજામાં આવ્યું છે. પોલીસે આ મામલે કુલ ૪ શખ્સોની ધરપકડ કરી છે:
- ધવલ ઉર્ફે લવલી દરજી: સાણંદનો સ્થાનિક વેપારી અને મુખ્ય આરોપી.
- ફીઝા ઉર્ફે મુસ્કાન પઠાણ: ઉદયપુર (રાજસ્થાન)ની ૨૪ વર્ષીય યુવતી, જે ડ્રગ્સ સપ્લાય કરતી હતી.
- વીકીકુમાર ઠાકોર: ડીસા (બનાસકાંઠા)નો રહેવાસી સપ્લાયર.
- જય પ્રદીપભાઈ પટેલ: અમદાવાદના બાપુનગર વિસ્તારનો રહેવાસી સપ્લાયર.

⚖️ પોલીસની કડક કાર્યવાહી
સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલ અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી આવતું હતું અને સાણંદમાં બીજા કોણ કોણ આ કાળા કારોબારમાં સંડોવાયેલું છે.
યુવાધનને નશાની ગર્તામાં ધકેલતા આવા તત્વો સામે પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો પણ બિરદાવી રહ્યા છે.
ગરવી ગુજરાતને ‘અશિક્ષિત’ કહીને ગુજરાતીઓને ગાળો આપતા ખડગે પર ભાજપના પ્રચંડ પ્રહાર
