સરખેજ પોલીસ : સાવધાન! તમારી ગાડી પોર્ટર (Potter)માં ભાડે મૂકતા પહેલા ચેતજો : સરખેજ પોલીસે ઉંચા ભાડાની લાલચ આપી 30 થી વધુ વાહનોની છેતરપિંડી કરનાર શખ્સને ઝડપી લીધો
સરખેજ પોલીસ : શું તમે પણ તમારી ગાડી કોઈ કંપનીમાં ભાડે મૂકીને ઘરે બેઠા કમાણી કરવાનું વિચારી રહ્યા છો? તો ચેતી જજો! અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં ‘પોર્ટર’ કંપનીમાં ગાડી ભાડે મૂકવાના નામે નિર્દોષ નાગરિકો સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી છે. જોકે, સરખેજ પોલીસે સમયસૂચકતા વાપરીને આ આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
સરખેજ પોલીસ : શું હતી સમગ્ર ઘટના?
સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી ઇકબાલભાઇ રહીમભાઇ સીપાઇએ ભોગ બનનાર ઉકડભાઇ ગેલાભાઇ મુંધવાને એવી લાલચ આપી હતી કે તેની પાસે ‘પોર્ટર’ (Potter) કંપનીનો કોન્ટ્રાક્ટ છે. આરોપીએ એક માલવાહક ગાડીના માસિક રૂ. ૨૭,૦૦૦/- ભાડું અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. આમ ઉંચા વળરની લાલચમાં આવીને ઉકડભાઇ અને તેમના પરિચિતોએ કુલ ૧૨ ગાડીઓ (જેની કિંમત આશરે રૂ. ૧૮ લાખ) ઇકબાલને સોંપી હતી.

🔍 કેવી રીતે રચાયો છેતરપીંડીનો પ્લાન?
સરખેજ પોલીસ : ફરીયાદી ઉકડભાઈ ગેલાભાઈ મુંધવાએ 15/02/2025ના રોજ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ઇકબાલભાઈ રહહમભાઈ વસપાઈએ પોતાને ‘પોટટર કંપની’નો કોન્ટ્રાક્ટ હોવાનું જણાવી, એક માલવાહક ગાડીનું માસિક ₹27,000 ભાડું મળશે એવી ખાતરી આપી હતી.

આ વિશ્વાસમાં આવી ફરીયાદી અને તેમના ઓળખીતાઓએ આશરે ₹1,50,000 કિંમતના 12 જેટલા માલવાહક વાહનો (કુલ અંદાજે ₹18 લાખ) આરોપીને સોંપ્યા.
વિશ્વાસનો કર્યો ઘાત : ભાડું તો ન આપ્યું પણ ગાડીઓ પણ ગીરો મૂકી દીધી!

આરોપી ઇકબાલની દાનત બગડી હતી. તેણે આ વાહનો કંપનીમાં ભાડે આપવાને બદલે માલિકોની જાણ બહાર અન્ય વ્યક્તિઓને ગીરો પેટે વેચી દીધા હતા. જ્યારે ગાડીના માલિકોએ ભાડું માંગ્યું અથવા ગાડી પરત માંગી, ત્યારે આરોપીએ ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા.
👮 ઝડપી કામગીરી: 17 વાહનો પરત કબ્જે

સરખેજ પોલીસ : ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ અને સવેલન્સ સ્કોડની ટીમે આરોપીને પકડી પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેણે આજદીન સુધી આશરે 30 જેટલા નાના-મોટા વાહનો આવી રીતે મેળવી ગીરો રાખ્યા છે.
સરખેજ પોલીસની સરાહનીય કામગીરી: ૨૬.૫૦ લાખનો મુદ્દામાલ રિકવર

ફરિયાદ મળતા જ સરખેજ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ અને સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. એ.આર. બોળીયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ તપાસનો ધમધમાટ તેજ કરી રૂ. ૨૬,૫૦,૦૦૦/-ની કિંમતના ૧૭ વાહનો શોધી કાઢ્યા છે. બાકીના વાહનો શોધવાની તજવીજ હજુ ચાલુ છે.

પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી
સામાન્ય નાગરિકોની રોજીરોટી છીનવી લેનાર ઠગને પકડવામાં અને વાહનો રિકવર કરવામાં નીચે મુજબના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ-રાત એક કર્યા હતા:

• પોલીસ ઇન્સ્પેક્ટર : એસ.એ. ગોહિલ
• પી.એસ.આઈ.: એ.આર. બોળીયા (સર્વેલન્સ સ્કોડ)
• ટીમ મેમ્બર્સ: અ.હે.કો સાજીદખાન, અ.પો.કો મયુરવસિંહ, અ.હે.કો વિક્રમસિંહ, અ.પો.કો લલીતભાઇ, અ.પો.કો અનિરુદ્ધસિંહ, અ.પો.કો મહેશભાઇ, અ.પો.કો કુલદીપસિંહ, અ.પો.કો જયરાજસિંહ, અ.પો.કો રવિરાજસિંહ અને અ.પો.કો જીવણભાઇ.

પોલીસની આ ત્વરિત અને સચોટ કાર્યવાહીને કારણે અનેક લોકોના ઘરનું ગુજરાન ચલવતા વાહનો પરત મળી શક્યા છે, જે બદલ પોલીસ ટીમની ત્વરિત કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.

⚖️ કાયદેસર કાર્યવાહી અને ગુનો નોંધાયો
આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 316(2), 318(2) હેઠળ ગુનો નોંધાયો છે અને આ ગુનામાં અન્ય કેટલા સખ્શો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ પો.સ.ઇ. એ.આર. બોળીયા ચલાવી રહ્યા છે.
દિલ્હી ટ્રિપલ મર્ડર : ‘ધનવર્ષા’ના બહાને ટ્રિપલ મર્ડર
કોમ્યુનલ વાયોલન્સ બિલનું સત્ય | હિન્દુ વિરોધી પ્રાવધાનોનો પર્દાફાશ | વિમર્શ |