😱 ક્રાઈમ બ્રાન્ચ : સોપારી આપી’તી દીકરાને મારવાની, પણ કિલર માજીનું જ મર્ડર કરી 35 તોલા સોનું લઈ થયો છૂમંતર! અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો 5 વર્ષ જૂનો ભેદ, લોહીના સંબંધોમાં મિલકતની તિરાડ અને પછી ભયાનક મર્ડર! સોપારી લેનાર જ લૂંટારો બન્યો, ૫ વર્ષ જૂના ‘કોલ્ડ કેસ’નો અમદાવાદમાં અંત

અમદાવાદ: કહેવાય છે ને કે ‘ખાડો ખોદે તે પડે’, આવી જ એક ચોંકાવનારી ઘટના છત્તીસગઢના રાયપુરમાં બની હતી, જેનો ભેદ આજે 5 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. એક માતાએ પોતાના જ મોટા દીકરાને રસ્તામાંથી હટાવવા માટે જે કાતિલને સોપારી આપી હતી, તે કાતિલે જ માતાની નિર્મમ હત્યા કરી લૂંટ ચલાવી હતી.
🏠 મિલકતના ઝઘડામાં માતા-પુત્રએ રચ્યું ખતરનાક કાવતરું
ક્રાઈમ બ્રાન્ચ : ઘટનાની વિગત એવી છે કે, રાયપુરના ટીકરાપાડા વિસ્તારમાં રહેતા શકુંતલાબેન યાદવને તેમના મોટા દીકરા અજય સાથે મિલકત બાબતે અવાર-નવાર ડખ્ખા થતા હતા. આ વિવાદનો અંત લાવવા શકુંતલાબેન અને તેમના નાના દીકરા અમિતે અજયને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો. તેમણે આ કામ માટે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અજયકુમાર ઉર્ફે લક્ષ્મીસાગર મિશ્રાને ૪ લાખ રૂપિયાની સોપારી આપી અને ૧ લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા.

💰 ક્રાઈમ બ્રાન્ચ : સોપારી લેનાર કિલરની દાનત બગડી અને ખેલાયો લોહીયાળ ખેલ
ક્રાઈમ બ્રાન્ચ : ચોંકાવનારી વાત એ છે કે, સોપારી લેનાર અજયકુમાર પૈસા લઈને વતનમાં ભાગી ગયો હતો. જ્યારે શકુંતલાબેન અને અમિતે તેને કામ પૂરું કરવા દબાણ કર્યું, ત્યારે તે તેના મિત્ર કેતન સાથે રાયપુર આવ્યો. ત્યાં તેને ખબર પડી કે નાનો દીકરો અમિત જેલમાં છે અને શકુંતલાબેન ઘરે એકલા જ છે.

⚠️ ક્રાઈમ બ્રાન્ચ : જ્યારે શિકારી પોતે જ શિકાર બની ગયો!
ક્રાઈમ બ્રાન્ચ : બસ, આ જ તકનો લાભ ઉઠાવી કિલરે પ્લાન બદલ્યો અને સોપારીના કામને બદલે લૂંટ કરવાનું નક્કી કર્યું. બંનેએ ભેગા મળી દોરીથી ગળું દબાવી શકુંતલાબેનની હત્યા કરી નાખી અને ઘરમાંથી ૧૦ લાખ રોકડા તથા ૩૫ તોલા સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા.

📱 ડિજિટલ સાયલન્સ: પોલીસને થાપ આપવા ન વાપર્યો ફોન કે આધાર કાર્ડ!
ક્રાઈમ બ્રાન્ચ : હત્યા કર્યા બાદ આરોપીએ પોલીસથી બચવા માટે ફિલ્મી સ્ટાઇલ અપનાવી હતી. તેણે મોબાઈલ ફોન વાપરવાનું સાવ બંધ કરી દીધું હતું અને ક્યાંય પણ પોતાનું અસલી પાન કાર્ડ કે આધાર કાર્ડ બતાવ્યું નહીં. તે સતત લોકેશન બદલતો રહ્યો, જેમાં તે ગોવા, મુંબઈ અને છેલ્લે ૨૦૨૨ થી અમદાવાદના નરોડા વિસ્તારમાં છુપાઈને રહેતો હતો.

👮 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
ક્રાઈમ બ્રાન્ચ : છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આ ખતરનાક આરોપીને પકડવા માટે આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

🚔 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ‘માસ્ટર સ્ટ્રોક’ જેવી કામગીરી
ક્રાઈમ બ્રાન્ચ : છત્તીસગઢ પોલીસ જે કેસમાં ૫ વર્ષથી ફાંફાં મારતી હતી, તે કેસનો ભેદ અથાક પરિશ્રમ અને સતર્કતાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. બાતમીદારો અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચે નરોડામાંથી અજયકુમાર ઉર્ફે લક્ષ્મીસાગર મિશ્રાને ઝડપી પાડ્યો છે. હાલમાં આરોપીની ધરપકડ કરી છત્તીસગઢ પોલીસને જાણ કરવામાં આવી છે, જેથી આ ‘અનડીટેક્ટ’ કેસની કાયદેસરની કાર્યવાહી આગળ વધી શકે.
