Image default
ખબરક્રાઈમ

અમદાવાદ : હાથીજણમાં પાર્કિંગ બાબતે યુવકોનો હુમલો : પોલીસની ત્વરિત કાર્યવાહી

અમદાવાદ : હાથીજણમાં પાર્કિંગ બબતે યુવકોએ મચાવ્યો આતંક, પોલીસની ત્વરિત કાર્યવાહી : 6 યુવકો ઝડપાયા

અમદાવાદ : શહેરના ગ્રામ્ય વિસ્તારમાં નજીવી બાબતે મોટી મારામારીની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં જ હાથીજણ વિસ્તારમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, વિવેકાનંદનગર પોલીસે આ મામલે સપાટો બોલાવી ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથીજણ સ્થિત ધર્મવાટિકા ફ્લેટમાં આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 14 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે અંદાજે 3:15 વાગ્યે જૂના પાર્કિંગના વિવાદનું મનદુખ રાખીને કેટલાક યુવાનો એકત્ર થયા હતા.

ફીચર 3

કાળી ગાડીમાં આવ્યા અને પથ્થરમારો શરૂ કર્યો

આરોપીઓ કાળા રંગની, નંબર વગરની ગાડીમાં સવાર થઈને આવ્યા હતા. તેઓએ ફરીયાદી અને સાક્ષી પર તૂટી પડી ઢીક્કા-પાટા અને પથ્થરો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આટલું જ નહીં, હુમલાખોરોએ ભોગ બનનારને “જાનથી મારી નાખવાની” ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

3 Copy

પોલીસની એક્શન મોડ: 6 આરોપીઓ ઝડપાયા

ઘટનાની જાણ થતા જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એન. બારીઆના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને દબોચી લીધા હતા. આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા – 2023ની વિવિધ કલમો (115, 352, 351(2), 190, 191(2) અને 125(એ)) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

5 Copy

ઝડપાયેલા આરોપીઓની યાદી:

1. દ્રશ્ય વાસુગીરી ગોસ્વામી (20 વર્ષ) – હાથીજણ

2. પ્રથમકુમાર સતીષભાઈ ઉપાધ્યાય (21 વર્ષ) – ખોખરા

3. કુંજભાઈ નરેન્દ્રભાઈ પટેલ (20 વર્ષ) – ખોખરા

અમદાવાદ

4. આયુષ શેખરચંદ શાહ (20 વર્ષ) – બિલવાડા

5. પિયુષભાઈ રાકેશસિંહ રાજપુત (21 વર્ષ) – હાથીજણ

6. દેવભાઈ પ્રકાશભાઈ ડાભી (20 વર્ષ) – ખોખરા

વિવેકાનંદનગર પોલીસની સરાહનીય કામગીરી

9 14

આ સમગ્ર ઘટનામાં વિવેકાનંદનગર પોલીસની સક્રિયતા અને ત્વરિત નિર્ણયશક્તિ પ્રશંસાને પાત્ર છે. ઘટનાની ગંભીરતાને પારખીને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. બારીઆના કુશળ માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસની આ ટીમોએ વ્યાવસાયિક કુશળતા દાખવીને ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ પ્રકારની સમયસરની અને કડક કાર્યવાહીથી ગુનેગારોમાં કાયદાનો ડર પેઠો છે અને સ્થાનિક રહીશોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ ઝડપી કામગીરીએ સાબિત કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ હંમેશા તત્પર છે

દિલ્હી ટ્રિપલ મર્ડર : ‘ધનવર્ષા’ના બહાને ટ્રિપલ મર્ડર

અરવિંદ કેજરીવાલ રાજકીય મારિચ । Vimarsh।

1 Copy

Related posts

ક્રાઈમ બ્રાન્ચ : દીકરાને મારવા બોલાવેલો ‘કાળ’ માજીને જ ગળી ગયો! ૧૦ લાખ અને ૩૫ તોલા સોના માટે સોપારી કિલરનો ખુની ખેલ

SAHAJANAND RAJPUT

ઈચ્છામૃત્યુ : દીકરાની પીડા જોઈ માતા-પિતા પહોંચ્યા કોર્ટમાં, 13 વર્ષ પછી આવ્યો ઐતિહાસિક નિર્ણય

SAHAJANAND RAJPUT

વડોદરા : ભારત સરકારને અપશબ્દો બોલનાર યુવકોની શાન ઠેકાણે, વડોદરા પોલીસે ગુંડાગીરી ઉતારી દીધી

SAHAJANAND RAJPUT

Leave a Comment