Table of Content : રાજ્યમાં કોરોના વકરતા મંત્રીની ઉપસ્થિતીમાં Gujarat Covid Task Force એ પ્રેસ કરી, આઈસોલેશન વોર્ડ પણ શરુ કરાયા
રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોના કેસ પહેલી અને બીજી લહેર કરતા પણ વધુ નોંધાતા ગુજરાત કોવીડ ટાસ્ક ફોર્સ (Gujarat Covid Task Force) મંત્રી ઋષીકેશ પટેલની ઉપસ્થિતીમાં પત્રકાર પરિષદ કરી. જ્યાં અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation) અને સુરતમાં સ્થાનીક આગેવાનો વેપારીઓ દ્વારા COVID આઈસોલેશન વોર્ડ શરુ કર્યા છે. કોવિડ આઈસોલેશન વોર્ડથી જેને પોતાના મકાનમાં રહેવાની તકલીફ હોય તે સહારો લઈ શકે છે.

Gujarat Covid Task : Force રાજ્યમાં ગઈ કાલે 17 હજારથી વધુ કોરોના કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી છે અને તુરંત જ કોરોના કેસ કાબુમાં લેવા કવાયત હાથ ધરી છે. ગઈ કાલે અમદાવાદમાં જ 6 હજારથી વધુ કોરોના કેસ આવતા રાજ્યસરકારના આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ તથા ગુજરાત કોવીડ ટાસ્ક ફોર્સ (Gujarat Covid Task Force) સાથે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ગુજરાત કોવીડ ટાસ્ક ફોર્સના ડૉ. સુધીર શાહ, ડૉ દીલિપ માળવંકર, ડૉ તુષાર પટેલ, ડૉ વી. એન. શાહ હાજર રહ્યા હતા. ડોક્ટરો દ્વારા જનતાને અપિલ કરતા ચેતવ્યા હતા કે, હાલના સમયમાં ડેલ્ટા વેરીએન્ટ અને ઓમીક્રોન વેરીએન્ટ બંનેના કેસ આવી રહ્યા છે પણ હાલ ગુજરાતમાં 60 થી 68% કેસ ઓમીક્રોન (Omicrone) નાં આવી રહ્યા છે. જે વ્યક્તીઓ રસી લીધી છે તે પણ સંક્રમીત થઈ રહ્યા છે પણ તેમને હોસ્પિટલ સુધી જવું પડી રહ્યું નથી જ્યારે જેમને રસી નથી લીધી તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. વધુમાં ડોક્ટરોએ જણાવ્યું કે હાલ ઓમીક્રોન વેરીએન્ટ સ્વસન તંત્ર સુધી જ સંક્રમણ કરી રહ્યો છે એટલે હાલ કોઈને હ્રદય, ફેફસા સુધી અસર નથી કરી રહ્યા. પણ જે લોકો અન્ય બિમારીઓતી પિડાઈ રહ્યા છે તથા જેમને રસી નથી લીધી તેમના માટે ચિંતા જનક છે. આ કોરોના થી લડવા માટે ડોક્ટરોએ લોકોને અપીલ કરી છે કે મુખ્ય હથિયાર માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડીંસ્ટંસ છે, જેનું પાલન કરો.
અમદાવાદમાં સમરસ હોસ્ટેલને બનાવાઈ કોવીડ આઈસોલેશન હોસ્પિટલ




Gujarat Covid Task Force : અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને ગઈકાલે 6હજારથી વધુ નવા કેસ નોંધાયા અને હાલ જિલ્લામાં 27 હજારથી વધુ સક્રીય કેસ છે. આ સ્થીતીમાં તંત્ર દ્વારા આવનારા સમજાયા વધુ કેસ નોંધાય અને જે ગરીબ અને નબળા વર્ગના લોકો માટે આઈસોલેટ કરવાની સમસ્યા ન થાય તે માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા 132 ફુટ રીંગ રોડ પર આવેલ સમરસ હોસ્ટેલને પહેલી અને બીજી કોરોનાની લહેરની જેમ જ કોવીડ હોસ્પીટલમાં પરીવર્તીત કરવાની કામગીરી હાથ ધરી છે. આ ત્રીજી લહેરમાં કોર્પોરેશન દ્વારા બેડની સાથે 1000 બેડ ઓક્સીજન સુવીધા વાળા પણ મુકવામાં આવ્યા છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
સુરતમાં સંક્રમણ વધતા 6 સ્થળો પર આઈસોલેશન વોર્ડ શરુ કરાયા



Gujarat Covid Task Force : સુરતમાં દેશભરમાંથી રોજગારી માટે મિલમાં નોકરી કરવા લોકો આવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના નાગરીકોને કોવીડ સંક્રમણ થતા રહેવાની મુશ્કેલી ન સર્જાય તે માટે સ્વૈચ્છીક સંસ્થાઓ આગળ આવી છે. વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ઓક્સીજન, દવા, નાશ, ટીવી સ્ક્રીનની સુવિધા સાથે આઈસોલેશન વોર્ડ ઉભા કર્યા છે. અડાજણ વિસ્તારમાં 100 બેડ સાથે આઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે જે રાંદેર વિસ્તારમાં વધુ કેસ આવતા તેમના માટે ઉપયોગી બનશે.