Table of Content : જાણો, ભાજપને UP ELECTION જીતાડવા સુરતના વેપારીઓ કેવી રીતે કરી રહ્યા છે મદદ
સુરતના વેપારીઓ દ્વારા પ્રચારની અનોખી પદ્ધતિ

ભાજપ દ્વારા UP ELECTION જીતવા માટે એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ કાર્યકર્તાઓને ઉત્તરપ્રદેશ મોકલીને ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના વેપારીઓ દ્વારા અનોખો પ્રચારની પદ્ધતી અપનાવવામાં આવી છે. સુરત શહેર દેશભરમાં ટેક્સટાઈલનું મથક ગણવામાં આવે છે. દેશભરના વેપારીઓ વિવિધ ફેબ્રીકની સાડીઓ ખરીદવા માટે સુરત આવતા હોય છે. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં વિવિધ પ્રીન્ટની સાડી બનાવીને મોટા કારોબાર ચલાવાય છે. ત્યારે દેશમાં આગામી 5 રાજ્યોની ચુંટણી આવી રહી છે જેમાં સુરતના વેપારીઓ અનોખો માર્ગ અપનાવ્યો છે જેમાં ભાજપના ચિહ્નોની, મોદી, યોગીના પ્રીંટ વાળી સાડી બનાવવામાં આવી છે.
રામ મંદિરની શરુઆત કરી તે પૂર્ણ પણ તેઓ જ કરો : સુરતના વેપારીઓ

ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ મનોહર ભાઈ જણાવ્યું કે, અમારો મુખ્ય વેપાર યુપીમાં છે અને આ સમયે ચૂંટણી UP ELECTION પણ છે તો અમે ભાજપ સરકારના પ્રચાર માટે અને અમારા વેપાર માટે આ પ્રકારની સાડીઓ બનાવી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે મોદી અને યોગી સરકાર યુપીમાં આવે. આ સાથે તેમને વધુમાં કહ્યું હતુ કે રામ મંદિરની શરુઆત કરી તો પૂર્ણ પર આ જ કરે.

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
કેવા પ્રકારની સાડીઓમાં શું – શું છે?
સુરતમાં બનનારી સાડીઓ થ્રિડી પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટ સાડી ઓર્ડર પર બનાવવામાં આવી રહી છે. જેમાં ભાજપના ચિહ્નોની, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદીત્યનાથના ફોટો તથા અયોધ્યા થીમ પર સાડી બનાવાઈ છે. વિવિધ સુત્રો પણ લખવામાં આવ્યા છે કે ‘જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે, યુપી મેં હમ ફીર સેભગવા લહરાયેંગે’ જેવા સુત્રો પણ સાડી પર લખાવાયા છે.
આ પણ જુઓ
Punjab Election Date Changed : પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર