Table of Content : અસલાલીમાં પોલીસ(Police) સ્ટાફ-પરિવાર, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક બ્રિગેડ માટે Health checkup
પોલીસને પરિવાર માટે સમય ફાળવવામાં મુશ્કેલી

સામાન્ય રીતે પોલીસ (Police) મહેકમના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને અન્ય વિભાગો, ઈદારાઓની સરખામણીમાં જરુરી સુવિધાઓ મળતી નથી. પોલીસ મહેકમ પર રહેલા કામના ભારણને કારણે પોલીસ (Police) વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને પોતાના અને પોતના પરિવારજનો માટે દરકાર કરવાનો સમય ફાળવવો પણ ક્યારેક મુશ્કેલ બની રહેતો હોય છે.
સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. ટી. કમારીયાની આવકારદાયક અને સંવેદનશીલ પહેલ

એવામાં સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. ટી. કમારીયાએ આવકારદાયક અને સંવેદનશીલ પહેલ કરતા પોલીસ(Police) સ્ટાફ, પોલીસ પરિવાર, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક બ્રિગેડ વિગેરેનું ફ્રી હેલ્થ ચેકઅપ કરાવવા એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ હતુ. આ મેડિકલ કેમ્પમાં બારેજા આંખની હોસ્પિટલ તરફથી નિશુલ્ક ચશ્મા તથા આઈ-ડ્રોપનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સાથે આસ્થા હોસ્પિટલ, જય ગુજરાત હોસ્પિટલના કર્મચારીઓ સહિત અસલાલી CHCના મેડિકલ ઓફિસર અને તેમના સ્ટાફે હાજર રહી લાભાર્થીઓનું નિદાન કરવા સાથે જરુરી દવાઓનું વિતરણ કર્યુ હતુ.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
કોરોના સંક્રમણ દરમિયાન અનેક પોલીસ કર્મચારીઓ પોતાનું જીવન લોક -સેવામાં ગુમાવી ચૂક્યા છે ત્યારે પોલીસ (Police) મહેકમના નીચેના સ્તરે કાર્યરત કર્મચારીઓ અને તેમના પરિવારો માટે કરાયેલી સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. ટી. કમારીયાની આ પહેલ પ્રશંસનીય છે.
આ પણ જુઓ
આંગડિયા પેઢીના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી લૂંટ ચલાવનારા ચાર આરોપી(Loot accused) ઝડપાયા