ધોલેરામાં ગોગલા ગામના પાટીયા પાસે કંટેનર પલટી ગયુ હતુ. પોલીસે જઈને તપાસ કરતા તેમાંથી 16,99,640 રૂ.ની કિમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલો હતો અને ડ્રાઈવર તથા ક્લિનર ફરાર હતા.
બાતમીને આધારે પોલીસ પહોંચી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધોલેરા પોલીસને બાતમી મળી હતી કે પીપળી ધોલેરા હાઈવે પર ગોગલા ગામના પાટીયા નજીક આવેલા નાળા પાસે એક કંટેનર પલટી ખાઈ ગયુ છે અને ડ્રાઈવર તથા ક્લિનર ભાગી ગયા છે. આ કંટેનરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ભરેલી છે.

ધોલેરા પોલીસે 27,20,340 રુ.નો મુદ્દામાલ કબજે કર્યો
જેના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કંટેનરમાંથી રુ. 16,99,640 ની કિંમતનો 3,824 બોટલ વિદેશી દારુ અને 650 બીયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પાસેના ખેતરમાંથી મૂળ જમ્મુના રહેવાસી ડ્રાઈવર સરજીવનસિંધ બલવીરસિંધ રાજપુત(28)ને ઝડપી લીધો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારુનો જથ્થો, કંટેનર, મોબાઈલ અને રોકડ મળી કુલ રુ. 27,20,340નો મુદ્દામાલ કબજે કર્યો છે. ધોલેરા પોલીસે આ અંગે ગુનો નોંધી આ દારુને જથ્થો ક્યાંથી લવાયો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
હાંસલપુરમાં 56.12 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો : ડ્રાઈવર ફરાર