30 C
Ahmedabad
September 25, 2023
NEWSPANE24
Nation Gujarat News

ગુજરાત વિધાનસભા ખાતે સ્વામી વિવેકાનંદ(SwamiVivekananda)ની જન્મ જયંતિ પર પુષ્પાંજલિ કાર્યક્રમ

SHARE STORY

ભારતવર્ષના પ્રખર દ્રષ્ટા અને દેશભક્ત સ્વામિ વિવેકાનંદ(Swami Vivekananda)ની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા(Gujarat Legislative Assembly) ખાતે પુષ્પાંજલિનો ક્રાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, રાજ્ય સરકારના મંત્રીઓ, ભુતપૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો સહિત સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વામી વિવેકાનંદજી(SwamiVivekananda)ને ભાવાંજલી આપી હતી.

સ્વામી વિવેકાનંદ (SwamiVivekananda) જ્ઞાન, ત્યાગ, સમર્પણ અને સેવાની મૂર્તી સમાન : નિમાબેન આચાર્ય

આ પ્રસંગે વિધાનસભાના (Gujarat Legislative Assembly) અધ્યક્ષા નિમાબેન આચાર્યએ જણાવ્યુ હતુ કે, જ્ઞાન, ત્યાગ, સમર્પણ અને સેવાની મૂર્તી સમાન પ્રખર દેશભક્ત સ્વામી વિવેકાનંદે(SwamiVivekananda) દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસાને વિશ્વ સ્તરે પહોંચાડવામાં અતુલ્ય યોગદાન આપ્યું છે. સ્વામી વિવેકાનંદ દ્વારા તા.૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગોની ધર્મપરિષદમાં આપેલા ઐતિહાસિક વ્યાખ્યાને તેમને સમગ્ર વિશ્વના વીરનાયક સંન્યાસી બનાવ્યા.

અધ્યક્ષાએ વધુમાં જણાવ્યુ હતુ કે,ડિસેમ્બર ૧૮૮૬માં સ્વામી વિવેકાનંદે(SwamiVivekananda) રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી. ‘શિવ જ્ઞાને જીવસેવા’ના આદર્શને સામે રાખીતા ‘આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ’ના મુદ્રાલેખ સાથે લોકહિત અને લોકકલ્યાણ માટે સ્વામી વિવેકાનંદે તા. ૧લી મે ૧૮૯૭ના દિવસે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેઓ કહેતા કે, ‘‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ત્યાગ, સેવા અને સમર્પણ એ ભારતના આદર્શો છે. ભારતીયોમાં આ આદર્શો દઢીભૂત કરશો તો બાકીનું બીજું બધું આપોઆપ થઈ રહેશે.’’ તેમણે યુવાનોને આહ્વાન કરતાં કહ્યુ હતુ કે, “યુવાનો જાગો, ઊઠો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો”. સ્વામી વિવેકાનંદનો આ ધ્યેય મંત્ર આજે પણ યુવાઓને સતત પ્રેરણા આપતો રહે છે.

આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી,વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી નિમિષા સુથાર, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વાહન વ્યવહાર રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર, મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનીષાબહેન વકીલ,પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલા, કૃષિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, પશુપાલન રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા સહિત પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો અને વિધાનસભા સચિવાલયના અધિકારી તથા કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી ભારતવર્ષના મહાન વ્યક્તિત્વ સ્વામી વિવેકાનંદને ભાવાંજલિ આપી હતી.


SHARE STORY

Related posts

Ahmedabad Police : અમદાવાદ પોલીસની 9 ફેબ્રૃઆરીની કાર્યવાહી

SAHAJANAND

Vadodara Murder : હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચ

Newspane24.com

મેફેડ્રોનના 222.94 ગ્રામ જથ્થા સાથે શખ્સ ઝડપાયો : 22.5 લાખનો મુદ્દામાલ કબજે

SAHAJANAND

Alcohol party : બેઝમેન્ટમાં દારૂની મહેફીલ માણતા 6 નબીરાઓને ઝડપી લેતી લક્ષ્મીપુરા પોલીસ

SAHAJANAND

Leave a Comment