27 C
Ahmedabad
September 29, 2023
NEWSPANE24
Crime Gujarat News

ગુજરાતમાં LRD – PSI પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ, 2 આરોપીની ધરપકડ

SHARE STORY

રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસને તાજેતરમાં બાહર પડેલી LRD – PSI પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું. પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ છેતરાયાનું જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાયી. પોલીસ સમગ્ર ઘટનામાં આરોપી બે પ્રેમી યુગલોની ધરપકડ કરી છે, જ્યારે વધુ આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

રાજ્ય સરકારના ભરતી બોર્ડ દ્વારા ગત વર્ષના અંતમાં 10,459 LRD તથા PSI ની 1,382 ભરતી જાહેર કરવામાં આવી હતી. ભરતી બોર્ડના ચેયરમેન હસમુખ પટેલએ સતત ઉમેદવારોને પરીક્ષાની તારીખો, શારીરીક અને લેખીત કસોટી અંગે માર્ગદર્શન પુર્ણ પાડ્યું હતું. વાયબ્રંટ – વરસાદના કારણે તારીખમાં ફેરબદલ અંગે ત્વરીત સોશિયલ મિડીયા પર સક્રીય રહેતા હસમુખ પટેલ દ્વારા યોગ્ય આયોજન કરીને પરીક્ષા લેવામાં આવી રહી છે. આ બંને પરીક્ષાની પ્રથમ પ્રાથમીક કસોટી 3 ડીસેમ્બરથી શરુ કરવામાં આવી હતી. પીએસઆઈની શારીરીક કસોટી રાજ્યના 15 કેન્દ્રો પર લેવામાં આવી હતી જેનું પરિણામ 15 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ. એલઆરીડીની શારીરીક કસોટી  3 ડીસેમ્બરના રોજ શરુ કરવામાં આવી જે 29 જાન્યુઆરી સુધી લેવામાં આવશે.

LRD – PSI પરીક્ષા : રાજકોટમાં ભરતીના નામે છેતરપિંડીનો ગુન્હો નોંધાયો 

રાજકોટમાં આવેલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ભગવતીપરાની નંદનવન સોસાયટીમાં શેરી નં 5 માં રહેતા આશિષ સિયારામ ભગતે ફરિયાદ નોંધાવી જેમાં 1.10 લાખ રુપિયા આરોપીઓએ લીધા હતા તેવીજ રીતે અન્ય 10 લોકો સાથે મળી કુલ 11 લાખ પડાવ્યા જ્યારે અન્ય બે ફરિયાદી પાસે 2-2 લાખ રુપિયા પડાવી હાલ 15 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીઓએ પરિણામ બાદ આરોપીઓનો સંપર્ક કરાતા આશ્વાસન આપવામાં આવ્યું તે ટ્રેનીંગ માટે લેટર આપી દેવામાં આવશે. 

ફરિયાદીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા

LRD – PSI પરીક્ષા : ભરતી બોર્ડના ચેયરમેન હસમુખ પટેલએ કર્યું ટ્વીટ 

ભરતી બોર્ડના ચેયરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી કે, ભરતીમાં લાલચ આપી પૈસા પડાવનાર બે ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી રાજકોટ પોલીસે આ રીતે અન્ય લોકો ફસાયા હોય તો તેમને માટે પણ ફરિયાદ કરવાનો માર્ગ ચીંધ્યો છે. આશા છે કે અન્ય લોકો પણ જો આ રીતે છેતરાયા હોય તો આગળ આવી ફરિયાદ કરશે. બીજે ક્યાંય પણ ઉમેદવારોની લાલચ નો લાભ લઇ કોઈએ પૈસા પડાવ્યા હોય તો સંબંધિત જિલ્લા/ શહેર પોલીસ નો સંપર્ક કરવો અથવા ભરતી બોર્ડ નો નીચેના નંબર પર ઓફિસ સમય દરમ્યાન સંપર્ક કરવો. 9104654216 , 8401154217 , 7041454218 સમય સવારે 10:30 થી સાંજે 6.00 સુધી ફરિયાદ કરાશે.

LRD – PSI પરીક્ષા : આરોપી યુગલ પોલીસ ગીરફ્તમાં 

આરોપી જેનીશ પરસાણા અને ક્રીષ્ના ભરડવા બંને પ્રેમી યુગલ છે. ક્રીષ્ના થોડા સમય પહેલા જ કેન્યાથી ભારત પરત ફરી છે. ક્રીષ્ના કેન્યાની સિટીઝનશિપ ધરાવે છે ત્યારે તેનો પાસપોર્ટ પણ પોલીસે કબજે લીધો. બંને યુવક – યુવતી ઈન્સ્ટાગ્રામથી સંપ્રકમાં આવ્યા બાદ લોક ડાઉનમાં બંને મળ્યા હતા. બંને આરોપીએ થોડા સમયમાં સગાઈ પણ કરવાના હતા. 

LRD – PSI પરીક્ષા : આરોપીઓનો શું હતો પ્લાન ? 

ક્રીષ્ના અને જેનીશે પરિક્ષાર્થીઓને લાલચ આપીને પૈસા પડાવ્યા. પરિક્ષામાં બેસ્યા વગર અને શારીરીક કસોટી આપ્યા વગર પાસ કરવાની લાલચ આપી હતી. પરિણામ પહેલા બંને જણાનો વિદેશ ભાગી જવાનો પ્લાન હતો. પણ પરિણામ 15મી જાહેર થઈ જતા તે ત્યાં સુધી ભાગી શક્યા નહોતા.  

LRD – PSI પરીક્ષા : રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કર્યુ ટ્વીટ 

પોલીસ ભરતી કરાવવાની લાલચ આપી પૈસા પડાવનાર બે ઇસમો વિરુદ્ધ  રાજકોટ શહેર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી. આ રીતે છેતરપિંડી કરનાર વિરુદ્ધ પહેલો ગુનો દાખલ કરવા બદલ રાજકોટ શહેર પોલીસને અભિનંદન. અન્ય કોઇ જગ્યાએ પણ આવા લે ભાગુ લોકો ધ્યાન માં આવ્યા હોય તો બોર્ડ ને માહિતી આપવા સૌને વિનંતી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમયથી રાજ્યમાં વિવિધ સરકારી ભરતીમાં કૌભાંડની આક્ષેપો વિદ્યાર્થીનેતાઓ દ્વારા લગવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની ફરિયાદ પોલીસે ત્વરીત પગલા ભરીને બે આરોપીઓને પકડ્યા છે ત્યારે પોલીસ તપાસમાં વધુ કેટલા લોકોને છેતર્યા છે અને આ આરોપીઓના અન્ય કોણ – કોણ સાથી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


SHARE STORY

Related posts

Sujalam Suflam : ગાંધીનગરના કોલવડાથી સુજલામ-સુફલામ જળ અભિયાન પાંચમાં તબક્કાનો પ્રારંભ

Newspane24.com

Ahmedabad Police : 2 ડમ્પર અને 2 ટ્રક ચોરનાર 6 શખ્સોને 40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Newspane24.com

અસલાલીમાં પોલીસ(Police) સ્ટાફ-પરિવાર, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક બ્રિગેડ માટે Health checkup

SAHAJANAND

Chandkheda chori : ચાંદખેડામાં સોનીની 2 દુકાનોમાં બાકોરૂ પાડી ચોરીકરનાર ગેંગને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

Leave a Comment