25 C
Ahmedabad
March 24, 2023
NEWSPANE24
Gujarat News

ગુજરાતમાં Corona વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં 17,119 નવા કેસ : 10 ના મોત

corona
SHARE STORY

Table of Content : ગુજરાતમાં Corona વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં 17,119 નવા કેસ : 10 ના મોત

ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) વિસ્ફોટ થતા નવા સંક્રમિતોની સંખ્યામાં ભારે વૃદ્ધી જોવા મળી છે. આજે નોંધાયેલા નવા સંક્રમિતોની સંખ્યા 17,119 સુધી પહોંચી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 34% જેટલો વધારો થતા કાલના 12,735ની સરખામણીમાં આજે 4,384 કેસ નવા સામે આવ્યા છે અને 10 લોકોના કોરોના સંક્રમણનો કારણે મોત થયા છે.

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ કોરોના (Corona)ના કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોના(Corona)ના 5,998 કેસ અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ સુરત કોર્પોરેશનમાં 3,563, વડોદરા કોર્પોરેશનમાં 1,539, રાજકોટ કોર્પોરેશનમાં 1,336, સુરત જીલ્લામાં 423, ગાંધીનગર કોર્પોરેશનમાં 409 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 399 કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસ

આ સાથે રાજ્યામાં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 79,600 પર પહોંચી છે, જેમાં 113 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 79,487 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,66.338 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,174 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર હાલ 90.61% છે.

corona

Corona ને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોનાCorona સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના(Corona) સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

તાજા સમાચાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને સુચના

દેશમાં ક્રમશઃ વણસી રહેલી કોરોના સંક્રમણની પરિસ્થિતીને લઈને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવા સુચનો આપવામાં આવ્યા છે. કેન્દ્રિય મંત્રાલ્ય દ્વારા જણાવાયુ છે કે રાજ્યો પોતાના વિસ્તારોમાં સંક્રમિતોના પોઝિટિવિટી ટ્રેન્ડને ધ્યાનમાં રાખી તેના અનુસાર આયોજન કરી ટેસ્ટિંગની સંખ્યાને વધારે. વધારામાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવાયુ છે કે એમિક્રોન વેરિયન્ટને વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા ‘વેરિયન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો છે અને તે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે.

Corona અંગે જીલ્લાવાર આંકડા

આજે કુલ 38,477 લોકોનું રસીકર(Vaccination)

રાજ્યમાં આજે કુલ 3,17,089 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,53,79,500 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

જાણો, UP ELECTION જીતાડવા સુરતના વેપારીઓ કેવી રીતે કરી રહ્યા છે મદદ

અસલાલીમાં પોલીસ(Police) સ્ટાફ-પરિવાર, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક બ્રિગેડ માટે Health checkup


SHARE STORY

Related posts

Punjab Election Date Changed : પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર

SAHAJANAND

 Chain Snatcher : ગુજરાત, હૈદરાબાદ અને બંગ્લોરમાં 18 ચેઈન સ્નેચિંગ કરનાર આંતર રાજ્ય ચેઈન સ્નેચર ઝડપાયો

SAHAJANAND

Destroying liqueur : રુ. 1,07,14,270 ની કિંમતના દારુના જથ્થાનો નાશ

SAHAJANAND

MD Drugs : એમ.ડી. ડ્રગ્સના મુખ્ય સપ્લાયર ડ્રગ્સ માફિયા આરીફ બોસ અને ચિન્કુ પઠાણને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

Leave a Comment