25 C
Ahmedabad
March 23, 2023
NEWSPANE24
News Ahmedabad Crime

ક્રાઈમ બ્રાન્ચ : રીક્ષા-બાઈકની ચોરી કરતા 3 ને ઝડપ્યા : 9.30 લાખના ચોરીના વાહનો કબજે

ક્રાઈમ બ્રાન્ચ
SHARE STORY

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રીક્ષા અને મોટરસાયકલની ચોરી કરતા વસ્ત્રાલના 2 અને વટવાના એક એમ કુલ ત્રણ શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી ₹. 9.30 લાખના ચોરીના વાહનો કબજે કર્યા છે.

ક્રાઈમ બ્રાંન્ચને મળી માહિતી

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ.એસ.જે જાડેજાની ટીમે માહિતીને આધારે વસ્ત્રાલ ચારરસ્તા પાસેથી વસ્ત્રાલ ખાતે રહેતા આનંદ મનુભાઇ ચાવડા, ઉ.વ.૩૮, અને વિનોદકુમાર ઉર્ફે વિક્કી છગનલાલ પ્રજાપતિ, ઉ.વ.૨૩ ને ઝડપી લઈ તેમની પાસેથી કુલ ₹. 3.50 લાખની કિંમતની 4 ઓટોરીક્ષા અને 2 મોટરસાયકલ કબજે કર્યા હતા.

Vadodara Police : વડોદરા પોલીસની શી-ટીમ દ્વારા “ટેસ્ટ ઓફ વડોદરા” અવેરનેસ પ્રોગ્રામ 

જ્યારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્રટર વી.બી.આલની ટીમે માહિતીને આધારે બહેરામપુરા મેલડી માતાના મંદિર પાસેથી વટવા ખાતે રહેતા અલ્તાફમીયાં નજીરમીંયાં સૌયદ, ઉ.વ. 38 ને ઝડપી લઈ કુલ ₹. 5,80 લાખની કિંમતની ચોરીની 3 ઓટોરીક્ષા કબજે કરી છે.

ઉકેલાયેલા ગુના

ક્રાઈમ બ્રાન્ચના રીક્ષા અને મોટરસાયકલની ચોરી કરતા આરોપીઓને ઝડપી લઈ પોલીસે સોલા હાઈકોર્ટ.ના 2, ગાયકવાડ હવેલી, નારણપુરા, શાહપુર, વિવેકાનંદનગર, મણીનગર, રામોલ અને શાહીબાગ પોલીસ સ્ટેશનના એક એક એમ કુલ 9 ગુના ઉકેલ્યા છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી

આરોપીઓ આનંદ અને વિનોદ અમદાવાદ શહેરમાં દિવસ તેમજ રાત્રી દરમ્યાન એકાંત વાળી જગ્યાઓ પર પાર્ક કરેલ વાહનોની વોચ કરી તેમની પાસેના વાહનથી બંધ રીક્ષાને પગેથી ધક્કો મારી વાહનોની ચોરી કરી તેને ઉપયોગમાં લઇ બીનવરસી મૂકી દેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

ક્રાઈમ બ્રાન્ચ
આરોપી અલ્તાફમીંયા નજીરમીંયા મહંમદમીંયા સૈયદ, ઉ.વ. ૩૩

જ્યારે આરપી અલ્તાફ ચોરી કરવા અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તે એકલો અથવા તેની પત્ની સાથે ભાડાની ઓટોરિક્ષામાં બેસી રસ્તામાં રિક્ષા ચાલક સાથે વાતચીત કરી તેના પગમાં વાગેલુ છે તેમ કહી રોડની સામેની કોઇ પણ દુકાન કે હોટલમાંથી કોઇને કોઇ ચીજવસ્તુ લેવા મોકલી રિક્ષાચાલક વસ્તુ લેવા જાય નયારે તેની ઓટોરિક્ષા ચાલુ કરી ચોરી કરી ભાગી જાય છે.

ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ

આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો

https://wa.me/message/COLLBENPMPDMJ1
ADVERTISEMENT

 આ પણ જુઓ


SHARE STORY

Related posts

habitual thief caught : ચોરીના 36 મોબાઈલ સાથે રીઢો ચોર ઝડપાયો

SAHAJANAND

Women’s Empowerment નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ : પ્રાંતવેલ ગામની બહેનો

SAHAJANAND

રાજ્યમાં આજે કોરોના(CORONA)ના 7,476 નવા કેસ : 3નાં મોત

SAHAJANAND

Ahmedabad Police : 3 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદ પોલીસની કાર્યવાહી

SAHAJANAND

Leave a Comment