Table of Content : કેમીકલ ચોરી(chemical theft) કરવા નારોલ લવાયેલા 10.5 લાખના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા
ચોરી કરવાના ઈરાદે ગાંધીધામથી દહેજ લઈ જવાતા જ્વલનશીલ કેમીકલના રૂ. 10.5 લાખના જથ્થાને નારોલ પોલીસે અમદાવાદના નારોલ વિસ્તારના ગોડાઉનમાંથી ઝડપી લીધો છે. આ સાથે કેમીકલની ચોરી(chemical theft) કરતી ગેંગના ત્રણ સાગરીતોને પણ પકડી લેવામાં આવ્યા છે.
પોલીસને માહિતી મળી હતી કે ચોરી હાલ થઈ રહી છે

પ્રાપ્ત થતી માહિતી અનુસાર નારોલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે અર્હમ એસ્ટેટના ઓવરસીઝ ગોડાઉન નંબર 137, સુદામા એસ્ટેટ, વિન્સમ હોટેલના ખાંચામાં, બંસીધર મીલની પાછલ, નારોલ ખાતે રહેતો મિનેષ ચંપકલાલ ખારા પોતાના ગોડાઉન માં ગેરકાયદેસર પ્રવાહી કેમિકલ બહારથી મંગાવી પોતાના મળતિયાઓ સાથે મળી ટેન્કરમાંથી કેમિકલના જથ્થાની ચોરી કરાવે છે અને હાલ અહીં ચોરી થઈ રહી છે.
ત્રણ આરોપીઓ રંગેહાથ ઝડપાયા
જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી ત્રણ શખ્સોને કેમિકલની ચોરી કરતાં ઝડપી લીધા હતા. આરોપીઓમાં લીંબડી સુરેન્દ્રનગરના હારું કાસમભાઈ ઢોળીતર(27), આબિદહુસૈન અબ્દુલભાઈ વારૈયા(27) અને નારોલ ખાતે રહેતા વનરાજ હિરેનભાઈ જાદવ(21)નો સમાવેશ થાય છે.

કુલ રૂ 16,92,520નો મુદ્દામાલ કબજે
પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 10,51,520ની કિંમતનું 16,430 ટન પ્રવાહી કેમીકલ, રુ. 17 હજારની કિંમતના 3 મોબાઈલ, રૂ.10 હજાર રોકડા અને રૂ.14 હજારનું લેપટોપ મળી કુલ રૂ 16,92,520નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
કેમિકલનો જથ્થો કચ્છના ગાંધીધામથી ભરુચ જીલ્લાના દહેજ ખાતે લઈ જવાનો હતો
આરપોઓએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે કેમિકલનો આ જથ્થો કચ્છના ગાંધીધામથી ભરુચ જીલ્લાના દહેજ ખાતે લઈ જવાનો હતો. જેને ચોરી(chemical theft) કરવાના ઈરાદે નારોલ ખાતેના ગોડાઉનમાં લાવવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી આ ઘટનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ પહેલા આરોપીઓ દ્વારા કેમીકલનો અન્ય જથ્થો ચારવામાં આવ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
અસલાલીમાં પોલીસ(Police) સ્ટાફ-પરિવાર, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક બ્રિગેડ માટે Health checkup