28 C
Ahmedabad
September 15, 2023
NEWSPANE24
News Nation Politics

ઉત્તરાખંડમાં કોંગ્રેસને ફટકો : મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સરિતા આર્ય(Sarita Arya) ભાજપમાં

Sarita Arya
SHARE STORY

Highlights

ઉત્તરાખંડમાં કોંગ્રેસને ફટકો : મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સરિતા આર્ય(Sarita Arya) સહિત ઉપાધ્યક્ષ રેખા બોરા ગુપ્તા અને વદના ગુપ્તા પણ ભાજપમાં જોડાતા આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડવાની સંભાવના છે.

saritaArya
સરિતા આર્ય

દેશમાં આગામી ચૂંટણીને લઈને રાજકીય ઉઠાપટક

 દેશમાં  પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે ઉઠાપટક વચ્ચે એકથી બીજા પક્ષમાં કૂદકા મારવાનો ખેલ ચરમ પર છે. કેટલીક દોરા વગરની રાજકીય પતંગો ગાંડી થઈને જ્યાં ત્યાં ફંટાઈ રહી છે. તમામ પક્ષના નેતાઓ પોતાના અંગત સૂત્રોની માહિતી અનુસાર પરિસ્થિતિનું આકલન કરી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા પક્ષાંતર કરી રહ્યા છે. સ્વામિ પ્રસાદ મૌર્યના સમાજવાદી પાર્ટીમાં શામેલ થવાથી શરુ થયેલી મોટી રાજકીય હલચલ હવે ગતિ પકડી રહી છે. હાલના પોતના પક્ષમાં ટિકિટ ન મળવા અથવા ન મળવાની શક્યતાઓ અનુભવી રહેલા નેતાઓ અન્ય પક્ષોમાં પોતાનું સ્થાન શોધવાની કે ગોઠવવાની વેતરણોમાં પડી ગયા છે. એવામાં કોંગ્રેસમાંથી અધ્યક્ષ કક્ષાની મહિલાઓનું પલાયન પ્રિયંકા ગાંધીના ‘લડકી હું લડ સકતી હું’ સુત્ર પર પ્રશ્નાર્થ ચિન્હ લાગવી રહ્યુ છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે દેહરાદુન ખાતે પાર્ટીની સદસ્યતા લેવડાવી

SaritaArya

નૈનીતાલ ના પૂર્વ ધારાસભ્ય અને મહિલા કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સરિતા આર્ય(Sarita Arya) બીજેપીમાં જોડાઈ જતાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે તેમને દેહરાદુન ખાતે પાર્ટીની સદસ્યતા લેવડાવી હતી, જ્યાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યા હતા. સરિતા આર્ય(Sarita Arya) ની સાથે કોંગ્રેસ.મહિલા ઉપાધ્યક્ષ રેખા બોરા ગુપ્તા અને વંદના ગુપ્તા પણ ભાજપમાં શામેલ થઈ જતા કોંગ્રેસને આગામી ઇલેક્શનમાં નુકસાન થવાની શક્યતા છે. 

સરિતા આર્ય(Sarita Arya)ના બગાવતી તેવર બાદ કોંગ્રેસની મનાવવાની કોશિષ નિષ્ફળ

SaritaArya resignation

બગાવતી તેવર બાદ કોંગ્રેસ પાર્ટીએ સરિતા આર્યને(SaritaArya)  છ વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કર્યા છે. આ પહેલા સરિતા આર્યાના બગાવતી સૂરોથી કોંગ્રેસ મુખ્યાલયનો માહોલ ગરમાયેલો રહ્યો હતો. શુક્રવારે મોડી રાત્રે સરિતા આર્યની ભાજપના નેતાઓ સાથે મુલાકાત ના સમાચાર બહાર આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓ તેમને મનાવવાની વેતરણમાં લાગી ગયા હતા. સબ સલામતનો સંદેશ આપવા કોંગ્રેસના નેતાઓ સરિતા આર્યને મનાવવા કોંગ્રેસ ભવન લઈ આવ્યા હતા.. જોકે કોંગ્રેસ ભવન પર પણ તેમના બગાવતી તેવર ચાલુ રહ્યા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં જણાવ્યું હતું કે હજી હું કોંગ્રેસમાં છું, ભવિષ્યની ખબર નથી પરંતુ લોકતંત્ર છે દરેક વ્યક્તિ પોતાના માટે વિચારવા સ્વતંત્ર છે, ભાજપ ટિકિટ આપશે તો હું ત્યાંથી પણ ચૂંટણી લડી લઈશ. જોકે મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા આખરે કોંગ્રેસે સરિતા આર્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.

સરિતા આર્યનો પ્રિયંકાગાંધી પર કટાક્ષ

SaritaArya

ભાજપમાં જોડાવાની શક્યતાઓ અંગે પૂછતા તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના યુપી સમીકરણ ‘લડકી હું લડ શકતી હું’નો ઉલ્લેખ કરી કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ‘ઉત્તરાખંડમાં 40 નહીં તો ઓછા માં ઓછી 20 ટકા મહિલાઓને ટિકિટ મળે, મહિલા કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ હોવાને લઈને તમામ મહિલાઓના હક અંગે અવાજ ઉઠાવવાની મારી જવાબદારી છે, જોકે મહિલાઓ એમ પણ પૂછી રહી છે કે તમારી જ ટિકિટ નક્કી નથી તો અમારો અવાજ કઈ રીતે ઉઠાવશો.. ?’

તાજા સમાચાર

કોંગ્રેસમાં મહિલાઓની અવગણના : સરિચા આર્ય

Sarita Arya
curtsy Social Media

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં અમને અવગણવામાં આવી રહ્યા છે, અહીંયા મહિલાઓની વાત સાંભળવામાં  નથી આવતી. એવામાં અમારા હિતો માટે અમારે વિચારવું પડશે. પાર્ટીમાં ઘણી મહિલા કાર્યકર્તાઓ 20 થી 30 વર્ષથી જોડાયેલી છે, અને તેઓ મને ફરિયાદ કરી રહી છે કે જો તમે અમને અહીંયાથી ટિકિટ ના અપાવી શકો તો અમારી પાસે બીજા વિકલ્પ પણ છે. આ સાથે તેમણે ભાજપના નેતાઓ સાથેની મુલાકાતને લઈને ફેલાઈ રહેલા સમાચારોને રદિયો આપતાં જણાવ્યું હતું કે મેં મારી વાત મૂકી દીધી છે.  આ સાથે તેમણે પોતાને કોંગ્રેસના સાચા સિપાહી દર્શાવતાં જણાવ્યું હતું કે જો મને અવગણવામાં આવશે તો હું મારા વિશે વિચારવા સ્વતંત્ર છું. 

બીજેપીમાં જોડાયા બાદ સરિતા આર્યનું નિવેદન

 બીજેપી માં જોડાયા બાદ સરિતા આર્યે(Sarita Arya) જણાવ્યું હતું કે જ્યાં સન્માન મળશે હું ત્યાં રહીશ અને હવે ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે કાર્ય કરીશ. કોંગ્રેસે મહિલા શક્તિ અને મહિલા વર્ગની ઉપેક્ષા કરતા હું ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઇ રહી છું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડની કેબિનેટમાંથી મંત્રી હરકસિંહ રાવતને પક્ષમાંથી  હાંકી કાઢવામાં આવ્યા છે અને તેમણે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. 

આ પણ જુઓ

સમગ્ર વિશ્વને પ્રાકૃતિક ખેતી(Natural farming) તરફ વાળવાની દિશાના બ્રાન્ડ એમ્બેસેડર બનશે નરેન્દ્ર મોદી : અમિત શાહ


SHARE STORY

Related posts

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

SAHAJANAND

Vadodara Jugar : વડોદરામાં જુગાર રમતા 17 શખ્સો ઝડપાયા : રુ. 1.75 લાખનો મુદ્દામાલ કબજે

Newspane24.com

Humanity Towards Animals : વલ્ચર પક્ષીઓ દ્વારા ઈજાગ્રસ્ત કપિશિશુનો જીવ બચાવતી 1962 સેવા

Newspane24.com

Vadodara Murder : હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચ

Newspane24.com

Leave a Comment