આશ્રમરોડ પર ઈન્કમટેક્સ બ્રિજના છેડે આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ અને દાગીના લઈને ઊભા હતા ત્યારે ચાર શખ્સો(Loot accused)એ તેમની પર ગોળીબાર કરીને દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને સરદારનગરમાં ગુલશન પાર્ટી પ્લોટ સામે આવેલા એક બિલ્ડિંગના ધાબા ઉપર છુપાયેલા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
સરદાર નગરમાં ધાબાપર છુપાયેલા ચાર આરોપી(Loot accused)ઓ પાસેથી ૭૪ લાખનો મુદ્દામાલ કબજે
જેમાં હરિયાણાના કિસાનસિંગ લાલસિંગ મઝવી(29), મધ્યપ્રદેશના ગોવિંદ ઉર્ફે સોનું મિત્રપાલસિંગ રાજાવત(32), ઉત્તર પ્રદેશના અમિત ઉર્ફે હેપ્પી નંદકિશોર શિવહરે(40) તથા મધ્યપ્રદેશના બલરામ ઉર્ફે બલ્લુ જોરસિંગ રાજાવત(35)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસે એક પિસ્તોલ, દેશી તમંચો, બાર કારતૂસ, છરો, ઉપરાંત સોના-ચાંદીના 8.59 લાખના દાગીના, 43 લાખ રોકડા, મોબાઇલ તથા રીક્ષા મળીને રૂ. 74,02,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રેકી અને પ્લાનિંગ સાથે ચોરીના વાહનો લઈ કરતા હતા લૂંટ

પોલીસે આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે આ સમગ્ર ધટનાને અંજામ આપવા માટેની ટિપ્સ ગોવિંદ ઉર્ફે સોનું રાજાવતના મહેસાણાના મિત્ર રાજુ ઝાલાએ આપી હતી. ઝડપાયેલા આરોપીઓ અને તેમના અન્ય એક મધ્યપ્રદેશના ભિંડ-મુરૈનાના સાગરિત મિત્ર ચંદ્રભાન તોમરે ભેગામળીને આંગડીયા પેઢીના કર્મચારીઓની લૂંટનો પ્લાન તૈયાર કર્યો હતો. જે પ્લાન મુજબ આરોપીઓએ સી.ટી.એમ બ્રીજ નીચેથી એક હોન્ડા સાઈન અને એક હોન્ડા ઈગ્નેટર મોટર સાયકલની ચોરી કરી હતી. આ ચોરી કરેલા વાહનો દ્વારા આંગડીયા પેઢીના માણસોની રેકી કરી હતી. ત્યારબાદ લૂંટની યોજનાને પાર પાડવા નક્કી કરેલા પ્લાન મુજબ ચંદ્રભાન પોતાની સી.એન.જી. રીક્ષા લઈ શાહપુર લાલાકાકા હોલ રોડ પર ઉભો હતો. જ્યારે પકડાયેલા ચારેય આરોપીઓ ચોરી કરેલા વહનો લઈ સાંજના સાતેક વાગે આશ્રમરોડ, ઈન્કમટેક્સ બ્રીજના છેડે, એરેઝોન બિલ્ડીંગ આગળ પહોંચ્યા હતા. જ્યાં ઉભેલા આંગડીયા પેઢીના કર્મચારીઓ પર ફાયરીંગ કરી ઈજા પહોંચાડી તેમની પાસે રહેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ ભરેલી બેગોની લૂંટ કરી શાહપુર લાલાકાકા હોલ પાસે ઉભેલા ચંદ્રભાન તોમર પાસે જઈ ત્યાં ચોરીના વાહનો મુકી ચંદ્રભાન તોમરની રીક્ષામાં બેસી ભાગી ગયા હતા.
આરોપીઓ(Loot accused)નો ગુનાહિત ઈતિહાસ
ઝડપાયેલા ચારેય આરોપીઓ રીઢા ગુનેગાર હોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં કીશનસિંગ મઝવી વર્ષ 2015માં કચ્છના કોઠારા પોલીસ સ્ટેશનમાં ખુન(Murder)ના ગુનામાં રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો, દરમ્યાન એકાદ વર્ષ પહેલા પેરોલ મેળવી પેરોલ જમ્પ કરી ભાગતો ફરતો હતો.
જ્યારે ગોવિદ રાજાવત વર્ષ 2010માં મોરબી ખાતે આંગડીયા કર્મચારીની હત્યા(Murder) અને લુંટના ગુમામાં પકડાયો હતો. જેમાં 4.5 વર્ષ જેલમાં રહ્યા બાદ પેરોલ મેળવી જમ્પ કરી નાસતો ફરતો હતો.
અમિત ઉર્ફે હેપ્પી શીવહરે વર્ષ 209માં એક યુગલની હત્યાના કેસમાં 3 વર્ષ જેલમાં રહ્યા બાદ વર્ષ 2015માં ધોરાજી પાસે આંગડીયા પેઢીના કર્મચારીઓની ફાયરીંગ કરી 75 લાખના દાગીના અને રોકડની લૂંટ કરી હતી. જે કેસમાં પકડાઈ જતા જેલમાં હતો. દરમ્યાન પેરોલ જંપ કરી ફરીથી મેધાણીનગર વિસ્તારમાં હથીયાર સંબંધી ગુનામાં પકડાયો હતો. વડોદરાના કારેલીબાગ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઈનોવા ગાડીની લૂંટ અને હથિયારના કેસમાં પકડાલે છે. તે સિવાય વર્ષ 2017-18માં ડીસા રાજસ્થાન હાઈવે પર એક ડેરીવાળાને લુંટવા જતી વખતે પોતાની પિસ્ટલ ચેક કરતા તેના મિત્ર ગોવિંદ ઉર્ફે સોનુંને મણકાના ભાગે ગોળી વાગી હતી. જે કેસમાં ડીસા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતાં ચાર મહિના જેલમાં રહ્યો હતો.
બલરામ ઉર્ફે બલ્લુ વર્ષ 2017-18માં ડીસા-રાજસ્થાન હાઈવે ખાતે ડેરીવાળાને લુટવા જતા તેના મિત્ર અમિતે પોતાની પિસ્ટલ ચેક કરતા તેમના મિત્ર ગોવિંદને મણકાના ભાગે ગોળી વાગી હતી. જે કેસમાં પકડાઈ ચૂક્યો છે.
ક્રાઈમ બ્રાંચે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અર્થે વાડજ પોલીસને સોંપવા તજવીજ કરેલ છે. પોલીસ આ આરોપીઓ અનેય કેટલા ગુનામાં સંડોવાયેલા છે અને તેમની સાથે અન્ય કોણ કોણ શામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.