Table of Content : અમીરગઢ ચેકપોસ્ટથી 1.46 કરોડનો ચરસ(drugs)નો જથ્થો ઝડપાયો
પાકિસ્તાન સાથે જોડાતી ગુજરાતની બોર્ડર, રાજસ્થાન અને પંજાબની બોર્ડર સહિત સમુદ્રમાર્ગે ભારતમાં ડ્રગ્સ(drugs) ઘુસાડવાના પ્રયાસો

સરકાર દ્વારા દેશની કાશ્મીર બોર્ડર પર આતંકવાદી ધુષણ ખોરી, હથિયારોની હેરાફેરી અને ડ્રગ્સ(drugs) તસ્કરીને લઈને સેનાનો જાપ્તો વધારી દેવાતા આ બોર્ડર લગભગ સીલ થઈ ગઈ છે. જેથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI અને તેના મળતિયા ડ્રગતસ્કરોએ ભરતમાં ડ્ર્ગ્સની હેરાફેરી કરવા વૈકલ્પિક રસ્તાઓ શોધવાનું શરુ કર્યુ છે. જેના ભાગરુપે પાકિસ્તાન સાથે જોડાતી ગુજરાતની બોર્ડર, નેપાળની બોર્ડર, રાજસ્થાન અને પંજાબની બોર્ડર સહિત સમુદ્રમાર્ગે ભારતમાં ડ્રગ્સ(drugs) ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
દેશની એજન્સીઓની ડ્રગ તસ્કરો પર ચાંપતી નજર
ભારતમાં ડ્રગ્સ(drugs) ઘુસાડવાના આ પ્રકારના પ્રયાસો પર દેશની વિવિધ સંસ્થાઓ ચાંપતી નજર રાખી રહી છે. જેને લઈને ગુજરાતમાં દરિયાઈ માર્ગો સહિત બોર્ડર પર ડ્રગ્સ અને નશાકારક પદાર્થોના મેટા જથ્થા ઝડપાઈ રહ્યા છે.
પાલનપુર, બનાસકાંઠા અને અમીરગઢ પોલીસનું સંયુક્ત ઓપરેશન

લનપુર, બનાસકાંઠા અને અમીરગઢ પોલીસના એક સંયુક્ત ઓપરેશનમાં અમીરગઢ ચેકપોસ્ટ બોર્ડર પરથી માહિતીને આધારે એક શખ્સને 1,46,43,000 રૂ.ના ચરસના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચરસનો જથ્થો, I-20 કાર, 23,400 રુ. રોકડા અને રૂ. 23,000ની કિંમતના 5 મોબાઈળ મળી કુલ રુ. 1,51,89,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજા સમાચાર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
- ક્રાઈમબ્રાન્ચે 37.50 લાખના દારુના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપ્યા
- ઓળખીતાએ આપી સોપારી : ક્રાઈમબ્રાન્ચે 3 ને ઝડપ્યા
- ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
ડ્રગ્સ(drugs)નો જથ્થો હિમાચલ પ્રદેશથી ગોવા લઈ જવાતો હતો
આરોપીની પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે તે હિમાચલ પ્રદેશનો વતની છે અને તે ચરસનો આ જથ્થો હિમાચલ પ્રદેશથી લઈ ગોવા આપવા જતો હતો.
આ પણ જુઓ
ગાંધીનગર(Gandhinagar)માં રમકડાનાં વેપારી પર ભારતીય માનક બ્યુરો(Bureau of Indian Standards)ના દરોડા