27 C
Ahmedabad
September 26, 2023
NEWSPANE24
News Breaking Entertainment Nation

અભિનેતા સોનુ સુદ(Sonu Sood)ની બહેન માલવિકાએ પકડ્યો કોંગ્રેસનો હાથ

Malvika Sood in Congress
SHARE STORY

બોલીવૂડના અભિનેતા સોનુ સૂદ(Sonu Sood) કોરોના કાળમાં લોકોની મદદ કરી રહ્યા હતા અને તેનો ભરપુર પ્રયાર પણ કરી રહ્યા હતા, સાથે સાથે વિવિધ પક્ષોના નેતાઓને મળી રહ્યા હતા ત્યારથી જ કેટલાક રાજકીય પંડીતો આગાહી કરતા રહ્યા છે કે સાનુ સૂદ (Sonu Sood) અથવા તેમના પરિવારની કોઈ વ્યક્તિ રાજકારણમાં ચોક્કસ પ્રવેશ કરશે. જોકે ગત માસે સોનુ સૂદે (Sonu Sood) ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની બહેન માલવિકા(Malvika Sood)ની ચૂંટણી લડવા અંગેની જાહેરાત કરી આ ચર્ચા પર પૂર્ણ વિરામ મુક્યુ હતુ. ત્યારબાદ પંજાબ(Panjab Election)માં રાજકિય(Politics) વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો અને માલવિકા (Malvika Sood) ની કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની અટકળો શરુ થઈ હતી. જોકે એક ન્યૂઝચેનલને આપેલી ઈન્ટરવ્યુમાં સોનુ સૂદે (Sonu Sood) જણાવ્યુ હતુ કે લગભગ દરેક પક્ષ તરફથી ઓફરો મળી છે પરંતુ અમે એકાદ સપ્તાહમાં પક્ષ નક્કી કરી લઈશું.

Sonu And Malvika Sood

નવજોત સીદ્ધુ અને ચરણજીતસિંહ ચન્નીની હાજરીમાં વિધિવત કોંગ્રેસમાં જોડાયા

આખરે સોનુ સૂદના બહેન માલવિકા સૂદ (Malvika Sood) પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સીદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની હાજરીમાં વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સોમવારે કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સીદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ માલવીકાના ઘરે પહોંચીને તેમને કોંગ્રેસની સદસ્યતા અપાવી હતી.

Sonu And Malvika Sood

નારાજ હરજોત કોંગ્રેસમાં બળવો પોકારે તેવી શક્યતા

પંજાબ (Panjab Election) માં આગામી 14 ફેબ્રૃઆરીએ ચૂંટણી છે અને 10 માર્ચે મતદાન થવાનું છે. માલવિકા (Malvika Sood) ની પંજાબની જે સીટ મોગા પરથી ચૂટણી લડવાની ધારણા છે ત્યાંથી ગત ચૂંટણીમાં કોંગ્રેસના હરજોત કમલ ચૂટણી જીત્યા હતા, જોકે માલવિકાના આવવાથી તેમની ટીકિટ કપાય તેમ હોઈ નારાજ હરજોત કોંગ્રેસમાં બળવો પોકારે તેવી શક્યતા છે. કેમકે માલવિકાની ચૂટણી લડવાની જાણકારી બહાર આવતા જ તેમણે પોતાના અંગત કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજી હતી.

Sonu And Malvika Sood

માલવિકા (Malvika Sood) એ કર્યા સીદ્ધુની સામે જ ચન્નીના વખાણ

આ અંગે નવજોતસિંહ સીદ્ધુએ જણાવ્યુ હતુ કે માલવિકાના પંજાબ (Panjab Election) માં ગેમચેન્જર સાબિત થશે. પોતાની સીટ સહિત અન્ય સીટો પર પણ તેમનો પ્રભાવ રહેશે. સીદ્ધુ અને ચન્ની વચ્ચેનો ગજગ્રહ જગજાહેર હોવા છતાં માલવિકાએ કોંગ્રેસમાં શામેલ થતા સીદ્ધુની સામે જ ચન્નીના વખાણ કરતા જણાવ્યુ હતુ કે પાછલા દિવસોમાં ચન્ની સાહેબના નિર્ણયોની સમસ્ત પંજાબમાં વાહવાહી થઈ રહી છે. કોંગ્રેસ સોથી જુની પાર્ટી છે, આપણે સૌએ કોંગ્રેસને ઉપર લઈ જવાની છે.

શું કરે છે માલવિકા (Malvika Sood) .. ?

માલવિકા સાનું સૂદ (Sonu Sood) ની સૌથી નાની બહેન છે અને તેણે કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે. તે મોગામાં અંગ્રેજી ભાષા સીખવવાનું કોચિંગ સેન્ટર ચલાવે છે. તેણે મોગામાં શિક્ષા, રોજગાર અને સ્વાસ્થ્યના ક્ષેત્રે કામ કર્યુ છે. માલવિકાના પિતા શક્તિ સાગર સૂદ અને માતા સરોજબાલા બંન્ને અવસાન પામ્યા છે. પિતા મોગામાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા જ્યારે માતા મોગાના ડી.એમ. કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા. બંન્ને ભાઈ બહેને માતા-પિતાની યાદમાં સૂદ ચૈરિટી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.

નાસીરુદ્દિનનો ઈન્ટરવ્યુ : ઈસ્લામિસ્ટ તરકટ


SHARE STORY

Related posts

Kidnaping : પિતાની સારવાર કરવા આવતો વિધર્મી શખ્સ સગીરાને ભગાડી ગયો

SAHAJANAND

Ghar Vapasi : શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રીઝવીનો સનાતન ધર્મમાં પૂન:પ્રવેશ

SAHAJANAND

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ

SAHAJANAND

Vadodara Police : પ્રેમિકાના હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Newspane24.com

Leave a Comment